કોરોના હજુ મર્યો નથી, એક મહિનામાં 15 હજારના મોત

18 August 2022 11:39 AM
India World
  • કોરોના હજુ મર્યો નથી, એક મહિનામાં 15 હજારના મોત

દેશમાં વધતા કોરોના કેસને લઈને ભારતના નીતિ આયોગના સભ્ય વી.કે.પોલનું ગાઈડલાઈન પાળવાનું સૂચન

ન્યુયોર્ક (અમેરિકા) તા.18
કોરોના હજુ દુનિયામાંથી ખતમ નથી થયો, કોરોનાનું આ સતત ત્રીજું વર્ષ છે અને છેલ્લા કેટલાક સમયથી ફરી કોરોનાના કેસો વધવા લાગતા અને એક મહિનામાં કોરોનાથી મોતમાં 35 ટકાનો વધારો થતા ડબલ્યુએચઓ પ્રમુખ ડો. ટેડ્રોસ ધેબ્રેસસ અને ડો. પોલે વિડીયો સંદેશ જાહેર કરી ચેતવણી આપી છે કે આપણે કોરોનાની સાથે જીવતા શીખી જવું પડશે. ધે બ્રેયસસે જણાવ્યું હતું કે આપણે બધા કોરોના વાયરસથી થાકી ગયા છીએ પણ આ વાયરસ નથી થાકયો.

ઓમિક્રોન હજુ પણ મુખ્ય વેરિએન્ટ બનેલો છે. છેલ્લા એક મહિનામાં બીએ.5 સબસ્ટ્રેનના 90 ટકાથી વધુ નમુના મળ્યા છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ચાર સપ્તાહમાં 15000 થી વધુ લોકોએ કોરોનાથી જીવ બચાવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બધા લોકો કોરોના રસી લગાવે અને જરૂરિયાત પડવા પર બુસ્ટર ડોઝ પણ લે, માસ્ક પહેરે અને સુરક્ષિત શારીરિક અંતર જાળવે.

દરમિયાન ભારતીય નીતિ આયોગના સભ્ય ડો. વી.કે. કહ્યું હતું કે કોરોના હજુ પણ મોજૂદ છે. તે છેલ્લા કેટલાક સપ્તાહમાં વધ્યો છે એટલે રસીનો બૂસ્ટર ડોઝ સહિત જરૂરી ઉપાયો જેમકે માસ્ક, સુરક્ષિત અંતર જરૂરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement