કોરોના કેસ વધતા ફલાઇટમાં માસ્ક ફરજિયાત કરતું DGCA

18 August 2022 11:41 AM
India
  • કોરોના કેસ વધતા ફલાઇટમાં માસ્ક ફરજિયાત કરતું DGCA

હવાઈ મુસાફરી દરમિયાન દરેક મુસાફરે માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે, નિયમ પાલન નહીં કરનાર સામે પગલા લેવાશે

નવી દિલ્હી, તા. 18
કોરોના વાયરસના વધતા જતા કેસોને લઈને કોવિડ પ્રોટોકોલને લઈને તકેદારી અને કડકતા ફરી દેખાવા લાગી છે. હવે મુસાફરોએ ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે યોગ્ય રીતે માસ્ક પહેરવા પડશે. એરલાઇન્સે પણ સેનિટાઇઝેશનનું પાલન કરવું પડશે. DGCA એ કોવિડ માર્ગદર્શિકાને લઈને તમામ એરલાઈન્સને કડક સૂચના આપી છે અને કહ્યું છે કે મુસાફરી દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA ) એ બુધવારે તમામ ભારતીય એરલાઇન્સને દેશમાં કોરોનાવાયરસ ચેપના વધતા જતા કેસોની વચ્ચે, વિમાનમાં મુસાફરો માટે માસ્ક ફરજિયાત બનાવવા સહિત કોવિડ -19 ના તમામ પ્રોટોકોલનું સખતપણે પાલન કરવા જણાવ્યું હતું.

ડીજીસીએએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ’કોઈપણ સમયે ગમે ત્યાં’ આધારે દેશભરમાં એરક્રાફ્ટનું નિરીક્ષણ કરશે અને જોશે કે કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે કે નહીં. તેમણે કહ્યું કે એરલાઈન્સે એ સુનિશ્ચિત કરવું પડશે કે મુસાફરો આખી મુસાફરી દરમિયાન માસ્ક પહેરે. કોવિડ-19 કેસમાં સતત વધારાને ધ્યાનમાં રાખીને એરલાઇન્સ કંપનીઓને નવી સૂચનાઓ જારી કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement