રાજકોટ, જુનાગઢ, કચ્છ, અમરેલી જિલ્લાઓમાં મુશળધાર 1 થી 5 ઇંચ વર્ષા

18 August 2022 11:59 AM
Rajkot Saurashtra
  • રાજકોટ, જુનાગઢ, કચ્છ, અમરેલી જિલ્લાઓમાં મુશળધાર 1 થી 5 ઇંચ વર્ષા
  • રાજકોટ, જુનાગઢ, કચ્છ, અમરેલી જિલ્લાઓમાં મુશળધાર 1 થી 5 ઇંચ વર્ષા
  • રાજકોટ, જુનાગઢ, કચ્છ, અમરેલી જિલ્લાઓમાં મુશળધાર 1 થી 5 ઇંચ વર્ષા

જુનાગઢમાં પાંચ, વંથલી-જેતપુરમાં ચાર, લખપતમાં ત્રણ ઇંચ : ગીર સોમનાથ, મોરબી, પોરબંદર, ઝાલાવાડમાં પણ એકથી સાડા ત્રણ ઇંચ પાણી વરસ્યું : ગોંડલ તાલુકામાં ધોધમાર

રાજકોટ, તા. 18
રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અવિરત મેઘસવારી ચાલુ રહેવા પામી છે અને છેલ્લા 24 કલાક દરમ્યાન 1 થી 5 ઇંચ વરસાદ વરસી ગયો હતો. ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં 1.5 થી 5 ઇંચ સુધી વરસાદ પડયો હતો. ગઇકાલે જુનાગઢ શહેર અને ગ્રામ્યમાં 5 ઇંચ માણાવદર અને વંથલીમાં 4 ઇંચ તથા ભેંસાણ-કેશોદ અને મેંદરડામાં 1.5 ઇંચ વરસાદ પડયો હતો.

આ ઉપરાંત ગઇકાલે કચ્છમાં પણ 1 થી 3 ઇંચ પાણી વરસ્યુ હતું. જેમાં સૌથી વધુ લખપતમાં 3, રાપરમાં 2.5 અને અબડાસામાં 2 ઇંચ જયારે ભુજ, ભચાઉ, માંડવીમાં એક-એક ઇંચ વરસાદ પડયો હતો. જયારે અમરેલી જિલ્લાના વડિયામાં ધોધમાર પાંચ ઇંચ, અમરેલી શહેરમાં સવા, બાબરામાં દોઢ, બગસરામાં એ-એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

તથા ગીર સોમનાથનાં સુત્રાપાડામાં 1, ભાવનગરનાં સિહોરમાં 1 અને બોટાદના ગઢડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લામાં પણ ગઇકાલે 1 થી 4 ઇંચ વરસાદ પડયો હતો. જેમાં સૌથી વધુ જેતપુરમાં 4 અને ધોરાજી ખાતે 3.5 ઇંચ, ઉપલેટામાં 2 અને ગોંડલ, જામકંડોરણા, જસદણ તથા કોટડા સાંગાણીમાં એક એક ઇંચ વરસાદ પડવા પામ્યો હતો.

સુરેન્દ્રનગરનાં દસાડામાં પણ 1, મોરબીમાં માળીયા અને ટંકારામાં દોઢ, હળવદમાં 1 તથા જામનગરનાં જામનગર શહેર અને જોડીયામાં દોઢ તથા ધ્રોલ-જામજોધપુરમાં એક-એક ઇંચ અને દ્વારકા, ભાણવડ, કલ્યાણપુરમાં એક એક ઇંચ, જયારે પોરબંદરનાં કુતિયાણામાં સવા બે અને પોરબંદર-રાણાવાવમાં દોઢ-દોઢ ઇંચ વરસાદ પડી જવા પામ્યો હતો.

ભાવનગરથી મળતા અહેવાલો મુજબ ગોહિલવાડ પંથકમાં શ્રાવણી સરવડા થી માંડી અડધાથી એક ઈંચ વરસાદ પડ્યો છે. જિલ્લામાં સિહોર માં એક ઇંચ તથા ગારિયાધારમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જળવાઇ રહ્યો છે. શહેરમાં શ્રાવણી સરવડા અને હળવા ભારે ઝાપટાં વરસી ગયા હતા. જ્યારે જિલ્લામાં છુટો છવાયો વરસાદ પડ્યો છે.

આજે સવારના 6 વાગે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન દરમિયાન ભાવનગરના ઉમરાળામાં 6મી.મી. ગારીયાધાર માં 10મી.મી. જેસર માં 5 મી.મી. પાલીતાણા માં 6 મી.મી.ભાવનગર શહેર માં 3 મી.મી. મહુવામાં 6 મી.મી.વલભીપુર માં 7 મી.મી.અને સિહોર માં 21 મી.મી. વરસાદ નોંધાયો છે.

તથા ગોંડલમાં પણ ગત મોડીરાતથી વરસાદ વરસવો શરૂ થયો હતો. દિવસભર વરસાદ વરસતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. રાતાપુલ, ઉમવાડા તથા આશાપુરા અંડરબ્રિજમાં પાણી ભરાતા ટટ્રાફિકને અસર પહોંચી હતી. સંગ્રામસિંહજી હાઇસ્કુલના મેદાનમાં યોજાયેલ લોકમેળામાં વરસાદને કારણે કીચકાણ થવા પામ્યુ હતું. સતત વરસતા વરસાદને લઇને મેળાના વિવિધ સ્ટોલ પલળી જવા પામ્યા હતા. ગોંડલ, સુલતાનપુર, વાસાવડ સહિત પંથકમાં બેથી ચાર ઇંચ વરસાદ વરસ્યો છે.

તથા જામનગર તાલુકાના ફલ્લા ગામે ગઇરાત્રીના પાંચ મીમી તથા આજે સવારથી દસ વાગ્યા સુધીમાં વધુ 30 મીમી વરસાદ થયો છે આમ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. ફલ્લાના કંકાવટી ડેમમાં નહીંવત પાણીની આવક થઇ છે. ફલ્લાની નજીકનાં ગામોમાં પણ સારો વરસાદ થયો છે.

જેતપુરમાં ભારે વરસાદનાં પગલે કેન્દ્રીય વિદ્યાલયનાં 300 વિદ્યાર્થી સ્કુલમાં ફસાયા
નવાગઢમાં ઇદગાહ પાસે 10 મકાનોમાં પાણી ઘુસી ગયા
ગઇકાલે બુધવારે જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાડા ત્રણ કલાકમાં 4 ઇંચ ધોધમાર વરસાદ પડી ગયો. સવારે 8.30 થી 1ર વાગ્યા સુધી 4 ઇંચ વરસાદ પડેલ. મોસમનો કુલ વરસાદ રપ ઇંચ નોંધાયો છે. એકધારો ધોધમાર વરસાદ પડતા શહેરમાં નીચાણવાળા વિસતારોમાં ઘરોમાં પાણી ઘુસી ગયેલ નવાગઢમાં ઇદગાહ પાસે 10 જેટલા રહેણાક મકાનોમાં પાણી ઘુસી ગયેલ, ઘરવખરીને નુકસાન થયેલ છે.

તાલુકાના પેઢલા ગામે કેન્દ્રીય વિદ્યાલયના 300 વિદ્યાર્થીઓ સ્કુલમાં ફસાયા પેઢલા હાઇવે પર કોઝવે પર પાણી ફરી વળતા રેસ્કયુ કરવામાં આવે છે. નગરપાલીકાના ફાયર ફાઇટર જેસીબીની મદદથી રેસ્કયુ કરવામાં આવેલ.


Related News

Loading...
Advertisement
Advertisement