જૂનાગઢ મુખ્ય સ્વામિનારાયણ સુવર્ણ મંદિર ખાતે કાલે જન્માષ્ટમી નિમિત્તે વિવિધ આયોજનો

18 August 2022 12:00 PM
Junagadh
  • જૂનાગઢ મુખ્ય સ્વામિનારાયણ સુવર્ણ મંદિર ખાતે કાલે જન્માષ્ટમી નિમિત્તે વિવિધ આયોજનો

કથાવાર્તા, કીર્તન, ધ્વજારોહણ સહિતના અનુષ્ઠાનો યોજાશે

જૂનાગઢ,તા.18 : હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે જુનાગઢ જવાહર રોડ સ્થિત મુખ્ય સુવર્ણ સ્વામી. મંદિર ખાતે દરરોજ કથા-વાર્તા, કિર્તન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો એક માસસુધી યોજાઈ રહ્યા છે. આવતીકાલે જન્માષ્ટમી ગોકુલ આઠમના પાવન દિવસે જુનાગઢ મુખ્ય સ્વામી મંદિર ખાતે આખો દિવસ ખાસ કાર્યક્રમોનું આયોજન કરાયાનું સ્વામી મંદિરના ચેરમેન કો. દેવનંદનદાસજીએ જણાવ્યું છે.

કોઠારી સ્વામી શાસ્ત્રી પ્રેમસ્વરુપદાસજી (નવાગઢ)ના માર્ગદર્શન નીચે આવતીકાલે ગોકુલાષ્ટમીના ખાસ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. કૃષ્ણ જન્મની કથા રાત્રિનાં 9 થી 10-30 કિર્તન ધૂન બાદ રાત્રિનાં 12 કલાકે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ પંજરીની પ્રસાદી સાથે નંદ ઘેર આનંદ ભયોનો કાર્યક્રમ હરિભક્તો સંતોની ઉપસ્થિતિમાં ઉજવાશે.

સંચાલક પી.પી. સ્વામીના જણાવ્યા મુજબ વહેલી સવારથી સિધ્ધેશ્વર મહાદેવનો અભિષેક, ષોડસોપચારમંત્રો, ધ્વજારોહણ, બપોરનાં 4 થી સાંજનાં 7 દરમ્યાન કથાનું વ્યાસપીઠ ઉપરથી સ્વામી બ્રહ્મચારી સ્વામી, સ્વામી સરજુદાસજી સ્વામી સહિતનાં વક્તાઓ રસપાન કરાવશે. મંદિરના મેનેજર પ્રફુલભાઈ કાપડીયા પૂજારી ધર્મકિશોરદાસજી સ્વામી કુંજબિહારી સ્વામી સહિતના સંતો જહેમત ઉઠાવી રહ્યાં છે.


Loading...
Advertisement
Advertisement