જમ્મુ-કાશ્મીરમાં રહેતા રાજ્ય બહારના લોકો પણ મતદાર બની શકશે : ચૂંટણીપંચ

18 August 2022 12:01 PM
India Politics
  • જમ્મુ-કાશ્મીરમાં રહેતા રાજ્ય બહારના લોકો પણ મતદાર બની શકશે : ચૂંટણીપંચ

◙ કાશ્મીરમાં તૈનાત સશસ્ત્ર દળના જવાનો પણ મતદાર બની શકશે : ભાડાના મકાનમાં રહેતા લોકોને પણ મતદાર બનવાનો અધિકાર

◙ કેટલા સમયથી જમ્મુ-કાશ્મીરમાં રહે છે તે મહત્વનું નથી : પંચ દ્વારા જાહેરાત બાદ વિવાદની ધારણા

નવી દિલ્હી,તા. 18
જમ્મુ-કાશ્મીરમાં આગામી સમયમાં યોજાનારી ધારાસભા ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચના એક મહત્વના નિર્ણયમાં રાજ્યમાં જમ્મુ-કાશ્મીરમાં વસતા બહારના લોકો મતદાન કરી શકશે તેવી જાહેરાત કરી છે. ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીરના મૂળભૂત રહેવાસીઓ ઉપરાંત અહીં વસતા અન્ય રાજ્યોનાં લોકોને પણ મતદાનનો અધિકાર આપ્યો છે. તેઓ પોતે મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે અને મતદાન પણ કરી શકશે.

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે, ગેર-સ્થાનીય લોકો માટે મતદાન પર કોઇ પ્રતિબંધ નથી. જમ્મુ-કાશ્મીરમાં કેટલા સમયથી રહે છે તે પણ મહત્વનું નથી. ખાસ કરીને અન્ય રાજ્યોનાં લશ્કરી અને અર્ધલશ્કરી દળના જવાનો કે જેઓ જમ્મુ-કાશ્મીરમાં લાંબા સમયથી તૈનાત થયા છે તેઓ પણ પોતાનું નામ મતદાર યાદીમાં જોડી શકશે અને મતદાન કરી શકશે.

આ ઉપરાંત ચૂંંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે, ભાડાના મકાનમાં રહેનાર બિનકાશ્મીરી પણ મતદાર બની શકશે. ચૂંટણી પંચની આ યોજનાથી રાજ્યમાં 20 થી 25 લાખ મતદારો વધશે તેવા સંકેત છે. જો કે આ તમામે પોતે જે રાજ્યના હોય ત્યાં મતદાર યાદીમાં તેનું નામ નથી તે નિશ્ચિત કરવાનું રહેશે.

બીજી તરફ વિપક્ષોએ આ મુદ્દે સરકારને ઘેરતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીઓમાં બિન-સ્થાનિક લોકોને મતદાનનો અધિકાર આપીને ભાજપ ચૂંટણી પરિણામો પ્રભાવિત કરવા માગે છે અને તેને કારણે મૂળ કાશ્મીરીઓના હક્ક છીનવાશે. રાજ્યમાં નવું સિમાંકન પુરુ થઇ ગયું છે અને મતદાર યાદીને તા. 10 ઓક્ટોબર સુધીમાં આખરી સ્વરુપ અપાઇ જશે.


Related News

Loading...
Advertisement
Advertisement