જામકંડોરણાના જૂના માત્રાવડમાં રહેણાંકના મકાન પર જુગાર દરોડો : 15 બાજીગરો ઝડપાયા

18 August 2022 12:06 PM
Dhoraji
  • જામકંડોરણાના જૂના માત્રાવડમાં રહેણાંકના મકાન પર જુગાર દરોડો : 15 બાજીગરો ઝડપાયા

2.89 લાખની રોકડ સહિત 12 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસનો સપાટો

રાજકોટ,તા. 18 : જામકંડોરણાના જૂના માત્રાવડ ગામે રહેણાંકના મકાન પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા 15 બાજીગરોને ઝડપી લઇ 2,89,500ની રોકડ સાથે 12 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સપાટો બોલાવેલ છે. જામકંડોરણાના ઇન્ચાર્જ પીએસઆઈ સામળાને મળેલ પૂર્વ બાતમીના આધારે તાલુકાના જુના માત્રાવડ ગામે પરસોતમભાઈ પોપટભાઈ ગોંડલીયાના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોય પોલીસે દરોડો પાડી 15 બાજીગરોને ઝડપી લીધા હતા. જેમાં પરસોતમ પોપટ ગોંડલીયા મકાન માલિક, વિશાલ જયસુખ શીંગાળા (રહે.અરણી), જમન રામજી ગોંડલીયા (રહે. જુના માત્રાવડ), હરેશ દેવશી મકવાણા (રહે. માત્રાવડ), લવજી ભગવાનજી ગોંડલીયા (રહે. માત્રાવડ), ધર્મેશ વિઠ્ઠલભાી સખીયા (રહે. પ્રભુજી પીપળીયા), ચીરાગ મનસુખ કટારીયા (રહે. અરણી), હેમાન્સુ ભરત લોહાણા (રહે. નવાગામ), ધર્મેશ ઉર્ફે હકો બાવનજી સરધારા (રહે.માત્રાવડ), જનક પરસોતમ ગોંડલીયા (રહે. માત્રાવડ), નરેદ્ર ઉર્ફે નયન ધીરુ ધામેલીયા (રહે. માત્રાવડ), બ્રીજેશ જમન ગોંડલીયા (રહે. માત્રાવડ), પ્રકાશ રસીક નાણગા (રહે. જામકંડોરણા), કશ્યપ ગોરધન અકબરી (રહે. નવાગામ) તેમજ વજુભાઈ ગોરધનભાઈ ત્રાડા સહિતનાઓને રોકડ 2,89,500 તેમજ મોબાઈલ નંગ-15 કિમત 62,000 તેમજ ફોર વ્હીલ કાર નંગ 3 કિંમત 8,50,000 મળી કુલ 12 લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ એમ.આર. કોટડીયા ચલાવી રહેલ છે.


Loading...
Advertisement
Advertisement