ધોરાજીના બાવલા ચોકમાં અમરનાથ ગુફાને ખુલ્લી મૂકતા ઠેસીયા-વસોયા

18 August 2022 12:07 PM
Dhoraji
  • ધોરાજીના બાવલા ચોકમાં અમરનાથ ગુફાને ખુલ્લી મૂકતા ઠેસીયા-વસોયા

ધોરાજી,તા. 18 : ધોરાજીના બાવલા ચોક ખાતે જન્માષ્ટમી નિમિત્તે જનતા યુવા ગ્રુપ દ્વારા અમરનાથ ગુફાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેને ધોરાજીના યુવા અગ્રણી માન બિલ્ડરવાળા વિપુલભાઈ ઠેસીયા, ધારાસભ્ય લલીતભાઈ વસોયા તેમજ અગ્રણીઓની હાજરીમાં રીબીન કાપીને ખુલ્લી મુકવામાં આવી હતી. આ ગુફામાં આબેહુબ ગુફા જેવી જ લાઈટ ઇફેક્ટ રાઉન્ડ ગોઠવણી કરવામાં આવેલ છે. તેને જોવા વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડેલ હતા. આ કાર્યક્રમમાં ખોડલધામના ટ્રસ્ટી વિપુલભાઈ ઠેસીયા, લલીતભાઈ વસોયા, યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી, દલસુખભાઈ વાગડીયા, કે.પી. માવાણી, ભોલાભાઈ માવાણી, સંજયભાઈ જાગાણી, રાજેશભાઇ બાલધા, વરુણભાઈ વઘાસીયા, આદીત્ય માવાણી, ધ્રુવ માવાણી, કેયુર રાખોલીયા, અભય માવાણી, બ્રિજેશ વાગડીયા, મીત રાખોલીયા, આકાશ સોજીત્રા, યજ્ઞ માવાણી, કાનજી માવાણી સહિતના યુવાનો હાજર રહેલ હતાં.


Loading...
Advertisement
Advertisement