લાઠીમાં માસ ક્ષમણ તપની આરાધના કરતાં અલ્પાબેન કાપડી : અનુમોદના

18 August 2022 12:10 PM
Botad
  • લાઠીમાં માસ ક્ષમણ તપની આરાધના કરતાં અલ્પાબેન કાપડી : અનુમોદના

બોટાદ સંપ્ર.ના પૂ. જયેશમુનિ મ. આદિની નિશ્રામાં

રાજકોટ,તા. 18 : લાઠી ક્લાસમેટ પરિવારનાં સભ્ય શૈલેષભાઈ કાપડીના પત્ની, ધર્માનુરાગી શ્રીમતી અલ્પાબેનની હાલ માસ ક્ષમણની તપશ્ચર્યા ચાલી રહી છે. તેઓ બોટાદ સંપ્રદાયનાં જયેશ મુનિ મહારાજ તથા ડો. સુપાર્શ્વ મુનિ મ. આદિની નિશ્રામાં તપશ્ચર્યા કરી રહ્યાંછે. શ્રીમતી અલ્પાબેન કાપડીએ અગાઉ ત્રણ-ત્રણ વર્ષી તપ કરેલ છે તથા આ અગાઉ પણ માસ ક્ષમણ તપશ્ચર્યા કરી છે તેમ નયનભાઈ ભાયાણીએ જણાવેલ છે. તપસ્વી અલ્પાબેન લાઠીમાં તપ આરાધના કરી રહ્યાં છે.


Loading...
Advertisement
Advertisement