ધોરાજીમાં સેવાભાવી ડોક્ટરોનું સન્માન

18 August 2022 12:11 PM
Dhoraji
  • ધોરાજીમાં સેવાભાવી ડોક્ટરોનું સન્માન
  • ધોરાજીમાં સેવાભાવી ડોક્ટરોનું સન્માન
  • ધોરાજીમાં સેવાભાવી ડોક્ટરોનું સન્માન

સર્વરોગ નિદાન કેમ્પમાં તબીબોએ આપેલી સેવાને બિરદાવતા ધારાસભ્ય

ધોરાજી,તા. 18 : તાજેતરમાં ધોરાજી ખાતે ધારાસભ્ય દ્વારા યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં સેવાઓ આપનારા ડોક્ટરોનું સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ધારાસભ્યે જણાવેલ કે પોતાનો કિમતી સમય ડોક્ટરોએ દર્દીઓની સેવાઓમાં આપેલ છે. ડો. કુણાલ નવલે (ઓર્થોપેડીક સર્જન) તેમજ ડો. નિલેશ જોષી (ચામડીના રોગના નિષ્ણાંત) તેમજ ડો. પ્રશાંત રામાણી, ડો. અનીશ દેસાઈ અને ડો. ભાવીન પટેલ (એમ.ડી.) અને ડો. હેતલ ઉનડકટ સહિતના ડોક્ટરોને વિનામુલ્યે સેવાઓ આપવા બદલ તેઓનું સન્માન કરી તેઓની સેવાઓને બિરદાવવામાં આવી હતી.


Loading...
Advertisement
Advertisement