અમેરિકી વિસા માટે એપોઈન્ટમેન્ટમાં પણ દોઢ વર્ષનું વેઈટીંગ: યુરોપ માટે પણ વિલંબ

18 August 2022 12:15 PM
India World
  • અમેરિકી વિસા માટે એપોઈન્ટમેન્ટમાં પણ દોઢ વર્ષનું વેઈટીંગ: યુરોપ માટે પણ વિલંબ

મોટાભાગની યુરોપીયન દૂતાવાસે એપોઈન્ટમેન્ટ આપવાનું બંધ કર્યુ: બ્રિટીશ દૂતાવાસે એરટિકીટ ખરીદવામાં ઉતાવળ કરવા સલાહ આપી

નવી દિલ્હી: કોરોનાકાળ બાદ ફરી એક વખત ભારતમાંથી વિદેશમાં પ્રવાસ અને ખાસ કરીને અમેરિકા-યુરોપ માટેના વિસાની લાઈન વધી છે પણ કોઈ ખાસ કારણોસર અમેરિકામાં વિઝીટર્સ-વિસા માટે અરજી કર્યા બાદ એપોઈન્ટમેન્ટ માટે છેક માર્ચ, એપ્રિલ-2024 સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ છે. જેમાં નજીકના સમયમાં અમેરિકાની મુલાકાત લેવા ઈચ્છે છે તેઓ માટે આ એક માસકોર્ટ અમેરિકી વિદેશ વિભાગના વેબસાઈટ દર્શાવે છે કે અહી વિસા માટે અરજીનો સરેરાશ વેઈટીંગ પીરીયડ એકથી દોઢ વર્ષનો છે અને તેથી હવે વહેલામાં વહેલી એપોઈન્ટમેન્ટ માર્ચ 2024ની મળશે.

ફકત અમેરિકા જ નહી કેનેડા અને બ્રિટન જેવા દેશો જેઓ ભારતમાં જવા ખૂબ જ આતુર હોય છે તેમાં પણ વિસાની પ્રક્રિયામાં વધુ લાંબો સમય હવે લેવામાં આવે છે અને યુરોપના મોટાભાગના રાષ્ટ્રો તો હવે એપોઈન્ટમેન્ટ ડેઈટ પણ આપતા નથી. જો કે અમેરિકાના વિસામાં જો એક વખત સ્ટેમ્પીંગ માટે પાસપોર્ટ મંગાવવામાં આવે તો ફકત 10 દિવસમાં જ તે પરમ મળે છે અને અનેક કેસોમાં તો 10 વર્ષના મલ્ટીપલ એન્ટ્રી વિસા મળે છે.

આ એક ખૂબ જ રસપ્રદ સ્થિતિ છે. ગત સપ્તાહે તો ભારત ખાતેના બ્રિટીશ હાઈકમીશ્નરે તેમના દેશના વિસામાં વિલંબ બદલ ‘માફી’ માંગતા એ પણ ખાસ સલાહ આપી હતી કે વિસા ન મળે ત્યાં સુધી વિમાની ટિકીટ નહી ખરીદવાની સલાહ આપી હતી. ખાસ કરીને હાલ વિસાની પ્રક્રિયા ચાલુ છે અને તેને પ્રાથમીકતા અપાય છે.

અમેરિકી દૂતાવાસના પ્રવકતાએ સ્વીકાર્યુ કે વિસામાં વિલંબ થાય છે અને તેમાં કોુસ્યુલ્ટનો સ્ટાફ વધારી ચોકકસ કેટેગરીના વિસાને પ્રાધાન્ય આપીને વિસા પ્રક્રિયાનો સમય ઓછામાં ઓછો રહે તે જોઈ રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement