જુનાગઢ જિલ્લા ક્રાઈમ ડાયરી

18 August 2022 12:19 PM
Junagadh
  • જુનાગઢ જિલ્લા ક્રાઈમ ડાયરી

જુનાગઢ તા.18
માળીયા હાટીના કડાયા ગામે રહેતા કવિબેન ભીમાભાઈ બીષેપ (ઉ.45)ને સારણ ગાંઠનું ઓપરેશન કરાવેલ હોય અને આંખની બીમારીથી કંટાળી જઈ જાતે સળગી જઈને આપઘાત કરી લીધો હતો. માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગળે ફાંસો
માણાવદર રઘુવીરપરામાં રહેતા જયેશભાઈ રામદેભાઈ દાસા (ઉ.45)ને માનસિક બીમારી હોય જેનાથી કંટાળી જઈ જાતે પંખામાં દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લેતા મોત નોંધાયું હતું. માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.

પડી જતા આધેડનું મોત
કેશોદ અમૃતનગર અશોકનગર સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈ અરજણભાઈ (ઉ.58) ઘરે બીજા માળે છતમાં સફાઈ કરતી વખતે પગ લફસી જવાના કારણે માથામાં ગંભીર ઈજા થતા મોત નોંધાયું હતું.

ઈલે.શોર્ટ લાગતા મોત
કેશોદથી 14 કી.મી. દુર ડેરવાણ ગામની સીમની વાડીએ લખમણભાઈ દેસાભાઈ ધુળા (ઉ.45) વાડીએ ઢોર પાવા માટે મોટર ચાલુ કરવા જતા ઈલેકટ્રીક શોર્ટ લાગતા મોત નોંધાયું હતું. કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.

મહિલાનું ઝેર પીતા મોત
વિસાવદરના શીરવાણીયા ગામે રહેતા ચંપાબેન ચંદુભાઈ રફાળીયા (ઉ.55)ને છાતીના કેન્સરનું ઓપરેશન કરાવેલ હોય કેન્સર માનસીક બીમારીની દવાથી કંટાળી જઈ ઝેરી દવા પી લેતા મોત નોંધાયું હતું.

ગળે ફાંસો
જુનાગઢ જોષીપરા માતરાજ પાર્કમાં રહેતા ભાવીનભાઈ કાન્તીભાઈ ગજેરા (ઉ.30)એ અગમ્ય કારણોસર પંખા સાથે ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઈ લેતા મોત નોંધાયું હતું.

દારૂ સાથે જબ્બે
શીલ પોલીસે ગઈકાલે ફુલરામા બગસરાના રોડ પરના ભાથરોટ ગામ પાસે રાત્રીના બેના સુમારે પેટ્રોલીંગ દરમ્યાન જીજે 16 એલ 6533ને રોકી ચેક કરતા 24 બોટલ કિંમત રૂા.9600નો વિદેશી દારૂ મો.સા. કીંમત રૂા.20,000 બે મોબાઈલ સહિત કુલ રૂા.31,100ના મુદામાલ સાથે આરોપીઓ અજય મુળુ ટીંબા રે.બગસરા અને ભરત કેશુ ટીંબા ઉ.26 રે. બગસરા વાળાને દબોચી તેમની પુછપરછમાં બાંટવા રબારીવાસમાં રહેતો કમા રાજુ મોરીનું નામ ખુલવા પામ્યું હતું. પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement