સોરઠમાં શ્રાવણીયા જુગાર ઉપર પોલીસની ધોંસ યથાવત

18 August 2022 12:21 PM
Junagadh
  • સોરઠમાં શ્રાવણીયા જુગાર ઉપર પોલીસની ધોંસ યથાવત

14 સ્થળોએ દરોડામાં 83 જુગારીઓ પકડાયા

જુનાગઢ તા.18 : શ્રાવણ માસમાં ઠેર ઠેર જુગારના અડ્ડાઓ ઉપર પોલીસ ધોંસ બોલાવી રહી છે. જુનાગઢ સહિત જીલ્લામાં 14 સ્થળોએ ત્રાટકી 83 જુગારીઓને દબોચી લીધા હતા. જુનાગઢ જોષીપરા ખાતેથી ત્રણને રોકડ રૂા.10,210 સાથે પકડી લીધા હતા. ઝાંઝરડા રોડ પરથી બે મહિલા સહીત સાતને 27,410ની મત્તા સાથે પકડી લીધા હતા. જુનાગઢ હુડકો પોલીસ લાઈન પાસેથી ચારને 32,590 સાથે પકડી લીધા હતા. કોટડા ખાતેથી 8ને રૂા.13,590 સાથે પકડી લીધા હતા. વિસાવદર ખાતેથી ત્રણને 2040 સાથે પકડી લીધા હતા. જુનાગઢ ખામધ્રોલ રોડ ખાતેથી સાતને 12450 સાથે દબોચી લીધા હતા.

જુનાગઢ આરટીઓ કચેરી સામેથી ચારને 8,990 સાથે પકડી પાડયા હતા. ભેસાણ ખાતેથી બે મહિલા સહિત છને 10130 સાથે પકડી લીધા હતા. કેશોદના જોનપુર ખાતેથી સાતને 22300 સાથે પકડી લીધા હતા. ચાંદીગઢ ખાતેથી સાતને 15250 સાથે પકડી લીધા હતા. વંથલીના શાપુર ખાતેથી 9ને રૂા.12420 સાથે દબોચી લીધા હતા. માણાવદરના સણોસરા ખાતેથી સાતને 8,290 સાથે દબોચી લીધા હતા. શીલના દરસાલી ગામેથી 9ને 12310 સાથે પકડી લીધા હતા. માળીયાના લાઠોદ્રા ગામેથી ત્રણને 21170 સાથે દબોચી લીધા હતા. કુલ 83 શખ્સોને 1,98,200ની મતા સાથે દબોચી લીધા હતા.


Loading...
Advertisement
Advertisement