જેતપુરમાં છ દિ’નો લોકમેળો ખુલ્લો મુકતા ધારાસભ્ય રાદડીયા

18 August 2022 12:21 PM
Dhoraji
  • જેતપુરમાં છ દિ’નો લોકમેળો ખુલ્લો મુકતા ધારાસભ્ય રાદડીયા
  • જેતપુરમાં છ દિ’નો લોકમેળો ખુલ્લો મુકતા ધારાસભ્ય રાદડીયા

(દિલીપ તનવાણી)
જેતપુર, તા. 18
જેતપુરમાં સીટી કાઉન્સીલ દ્વારા જીમખાનાના ગ્રાઉન્ડમાં ગઇકાલે છ દિવસના લોકમેળાને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાતથા મોટી હવેલીના મહારાજ બાલકૃષ્ણ લાલજી મહારાજના હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ હતો.

અહીં એ ઉલ્લેખનીય છે કે કોરોના કાળના બે વર્ષ દરમ્યાન લોકમેળો યોજાયો ન હતો બે વર્ષ બાદ આ લોકમેળો ફરી યોજાતા તેને માણવામાટે લોકોમાં ઉત્સાહ છવાય જવા પામેલ છે.

તા. રર સુધી આ મેળો યોજાશે ગઇકાલે ભારે વરસાદ પડતા મેળાના મેદાનમાં પાણી ભરાય ગયા હતા. જેનો નિકાલ કરવામાં આવેલ હતો. મેળાને માણવા માટે જનમેદની ઉમટી રહી છે.


Loading...
Advertisement
Advertisement