શાહનવાઝ હુસેન સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરવા દિલ્હી હાઈકોર્ટનો આદેશ

18 August 2022 12:22 PM
India
  • શાહનવાઝ હુસેન સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરવા દિલ્હી હાઈકોર્ટનો આદેશ

નવી દિલ્હી,તા. 18
હાલમાં જ બિહારમાં સત્તા પલ્ટા બાદ મંત્રીપદ ગુમાવનાર અને ગઇકાલે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાંથી પડતા મુકાયેલા લઘુમતી શાહનવાઝ હુસેનની મુશ્કેલી વધી છે. તેમની સામે દિલ્હી હાઈકોર્ટે 2018ના એક કેસમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો છે. જેમાં કહેવાયું છે કે દિલ્હી પોલીસ આ કેસમાં 3 મહિનામાં પોતાની તપાસ પુરી કરશે અને બાદમાં ટ્રાયલ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે.

દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ આશા મેનને આ આદેશમાં જણાવ્યું કે પોલીસ તરફથી ટ્રાયલ કોર્ટમાં જે રિપોર્ટ રજૂ કરાયો છે તે અંતિમ રિપોર્ટ નથી અને જેથી 3 માસમાં દિલ્હી પોલીસે તપાસ કરીને પોતાનો આખરી રિપોર્ટ રજૂ કરવાનો રહેશે અને તેમાં શાહનવાઝ હુસેન વિરુધ્ધ બળાત્કાર સહિત અન્ય કલમો પણ લાગશે.

ભાજપના આ યુવા નેતા પર 2018માં દિલ્હીની એક મહિલાએ રેપ અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ કરી હતી અને એફઆઈઆર નોંધવા માગણી કરી હતી. આ મહિલાએ જણાવ્યું કેે હુસેને છત્રપુર ખાતેના તેના ફાર્મ હાઉસમાં મારા પર બળાત્કાર કરીને જાનથી મારી નાખવાની ધમકી આપીહતી.


Related News

Loading...
Advertisement
Advertisement