કચ્છના ભુજીયા ડુંગરની મુલાકાતે વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય: સમીક્ષા કરી

18 August 2022 12:34 PM
kutch
  • કચ્છના ભુજીયા ડુંગરની મુલાકાતે વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય: સમીક્ષા કરી
  • કચ્છના ભુજીયા ડુંગરની મુલાકાતે વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય: સમીક્ષા કરી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે કચ્છ જિલ્લાના ભુજીયા ડુંગર ખાતે મુલાકાત લીધી હતી. દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, તે સંદર્ભે અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ ભુજીયા ડુંગર ખાતે સ્મૃતિવન ખાતે ચાલતા મ્યુઝિયમ બિલ્ડીંગના સિવિલ અને ઈલેકટ્રીકલને લગતા 107 કરોડના કામોની સમીક્ષા કરી. મ્યુઝીયમ ખાતે ચાલતા 90 કરોડના ખર્ચે ચાલતા ઈટીંરિયર કામોની સમીક્ષા કરી અને તેઓના અંદર લાગેલા આરટીફેકસ અને ડીજીટલ ગેલેરી નિહાળી. મ્યુઝીયમ બ્લોક-એચમાં લાગેલુ અર્થકવેક સિમ્યુલેટર કઈ રીતે કામ કરશે તેનું નિરીક્ષણ કયુર્ં. અંતમાં મ્યુઝીયમની દરેક ગેલેરીમાં આવનાર વસ્તુઓનું ઉંડાણપૂર્વક રીવ્યુ કરેલ. અધ્યક્ષે વડાપ્રધાનની મુલાકાતના સંદર્ભે તમામ કામગીરીની સમીક્ષા કરી રૂપરેખા મેળવી. અધ્યક્ષની આ મુલાકાત દરમ્યાન કલેકટર કચ્છ ઉપરાંત અન્ય અધિકારીઓ તેમજ એજન્સીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement
Advertisement