શ્રાવણમાસ નિમિત્તે જુનાગઢ વિશ્વંભર મહાદેવના સાનિધ્યમાં મોરબીના ત્રિલોકધામ મંદિરના સ્થાપક પ્રાગજીભાઈ બાવરવા

18 August 2022 12:35 PM
Morbi
  • શ્રાવણમાસ નિમિત્તે જુનાગઢ વિશ્વંભર મહાદેવના સાનિધ્યમાં મોરબીના ત્રિલોકધામ મંદિરના સ્થાપક પ્રાગજીભાઈ બાવરવા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.18
ગીર તળેટીને કુંડ દામોદર...ભવનાથે ભોળો શિવ, ભવસાગર પાર ઉતારજો..તારે શરણે આવે જે જીવ. મોરબીના નવલખી રોડ કુબેરનગર વિસ્તારમાં આવેલ શ્રી ત્રિલોકધામ મંદિરના સ્થાપક અને ઉમા રિસોર્ટ ચલાવતા તેમજ કલામંદિર થકી વિવિધ ધાર્મિક કલાત્મક મૂર્તિઓ બનાવવાનું કામકાજ કરતા પ્રાગજીભાઈ બાવરવા શરૂઆતથી ધાર્મિકવૃતિ ધરાવતા હોય તેઓ દ્વારા શહેરમાં બેનમૂન કહી શકાય તેવા તેમજ જોવા ફરવા લાયક સ્થળ એવા ત્રિલોકધામ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ તેઓએ આ પ્રકારે ભગવાનની અનેક મૂર્તિઓ બનાવવા માટે કલામંદિર તરીકે કામકાજ શરૂ કર્યું અને હાલ ઉમારીસોર્ટમાં પણ તેઓ કાર્યરત છે.

છેલ્લા પંદર વર્ષથી તેઓ દર શ્રાવણ મહિને કોઈને કોઈ જગ્યાએ આખો મહિનો રોકાઈને શિવ અનુષ્ઠાન કરતા હોય છે.તે રીતે જ આ વર્ષે તેઓ જુનાગઢ ખાતે આવેલ વિશ્વંભર મહાદેવ કે જ્યાં જુનાગઢના એકમાત્ર સ્ફટિકના શિવલિંગ આવેલા છે ત્યાં રહીને સમગ્ર મહિના દરમિયાન શિવ આરાધના કરે છે. પ્રાગજીભાઈ બાવરવા હાલ મોરબીથી ગિરનારની ગોદમાં કે જયાં 84 સિધ્ધ અને નવનાથના બેસણા છે

તેવા ગરવા ગિરનારની ગોદમાં આવેલ અનંત વિભૂષિત મહામંડલશ્વર શ્રી 1008 વિશ્વંભર ભારતી મહારાજ અને રાષ્ટ્રીય સંત ગણાતા મોરારીબાપુના હસ્તે શ્રી ભારતી આશ્રમ જુનાગઢ ખાતે તા.26-2-2006 ના રોજ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શ્રી વિશ્વંભર મહાદેવની સ્ફટિકના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. પ્રાગજીભાઇ આમ તો વર્ષ 2007 થી અનુષ્ઠાન કરી રહ્યા છે આ વર્ષે સિદ્ધ સંતોની ભૂમિ ગણાતા જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલ ભારતી આશ્રમના શ્રી વિશ્વંભર મહાદેવ ખાતે તેઓએ શિવ અનુષ્ઠાન કરવા માટે આખો મહિનો અહિં રોકાયા છે અને મહાદેવની સેવા પૂજા તેઓ કરી રહ્યા છે.


Loading...
Advertisement
Advertisement