પ્રેરણાદાયી : મોરબી પાલિકાના પ્રથમ મહિલા પ્રમુખના પૌત્રના જન્મદિવસે બે શહીદ પરિવારોને રોકડ સહાય

18 August 2022 12:36 PM
Morbi
  • પ્રેરણાદાયી : મોરબી પાલિકાના પ્રથમ મહિલા પ્રમુખના પૌત્રના જન્મદિવસે બે શહીદ પરિવારોને રોકડ સહાય

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.18 : મોરબી નગરપાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ દિનાબા જાડેજા તેમજ પાણીપુરવઠા વિભાગના નિવૃત ડેપ્યુટી એન્જિનિયરના જયવંતસિંહ જાડેજાના પુત્ર તેમજ મોરબીમાં આવેલ વીઆઈ સ્ટોરવાળા અભિજીતસિંહ જયવંતસિંહ જાડેજાના પુત્ર તીર્થરાજસિંહ જાડેજાનો તા.15 મી ઓગસ્ટના રોજ પ્રથમ જન્મદિવસ હોય તે નિમિત્તે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું કેક કટીંગ કર્યા બાદ અન્ય લોકોને પણ પ્રેરણા મળે તે હેતુથી જાડેજા પરિવાર દ્વારા બે શહીદ પરિવારને આર્થિક સહાય કરવામાં આવી હતી.

જેમાં જાડેજા પરિવારના કુળદિપક તીર્થરાજસિંહના પ્રથમ જન્મદિવસ નિમિત્તે સિકકીમાં ફરજ બજાવતા સમયે શહીદ થયેલા મૂળ વણઝારીયા ગામના વતની શહીદ હિતેશભાઈ પરમારના પરિવારજનોને તેમજ જમ્મુ કશ્મીરના પુંછ સેક્ટરમાં ફરજ દરમિયાન શહીદ થયેલા મૂળ ઘડિયા ગામના વતની શહીદ હરિસિંહ પરમારના પરિવારજનોને રૂા.11,111 ના ચેક આપીને શહીદ પરિવાર પ્રત્યે સાંત્વના દાખવવામાં આવી હતી.પુત્રના જન્મદિવસની આ પ્રકારે પ્રેરણાદાયી ઉજવણી બદલ જાડેજા પરિવારને અભિનંદન મળી રહ્યા છે.


Loading...
Advertisement
Advertisement