મોરબીમાં સંધી મુસ્લિમ સમાજને ઓબીસી અનામતનો લાભ ચાલુ રાખવા માંગ

18 August 2022 12:37 PM
Morbi
  • મોરબીમાં સંધી મુસ્લિમ સમાજને ઓબીસી અનામતનો લાભ ચાલુ રાખવા માંગ

તાજેતરમાં સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી અનામત અટકાવવા માટે નક્કી કર્યું છે તેને લઈને ઓબીસી સમાજમાં રોષ પ્રવૃર્તી રહ્યો છે ઠેરઠેર આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે ત્યારે સંધી મુસ્લિમ સમાજને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વસ્તીના આધારે ઓબીસી અંતર્ગત રાજકીય અનામતનો લાભ આપવાની માંગ સાથે સંધી મુસ્લિમ સમાજે નિવાસી અધિક કલેકટરને આવેદન પાઠવ્યું હતુ.માળિયાના નાના ભેલા ગામના કાસમ સુમરા સહીતનાઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં સંધી મુસ્લિમ સમાજની વસ્તી કુલ મળીને 20,000 થી વધુની છે સમાજમાં શિક્ષણનું સ્તર ઓછું છે અને મોટાભાગે લોકો મજુરી કામ કરે છે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત તેમજ નગરપાલિકામાં સમાજનું પ્રતિનિધિત્વ નહીવત છે જેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સમાજની વસ્તીના આધારે ઓબીસી અંતર્ગત રાજકીય અનામતનો લાભ મળવા જોઇએ. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement
Advertisement