સુરેન્દ્રનગરમાં 17-બોટલ દારૂ સાથે બાઈક સવાર જબ્બે

18 August 2022 12:48 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરમાં 17-બોટલ દારૂ સાથે બાઈક સવાર જબ્બે

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.18
સુરેન્દ્રનગર સિટી બી-ડિવિઝનના ગણપતભાઈ દેવથળા સહિતનો સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. ત્યારે ગિરિરાજસિંહ અને હરપાલસિંહને બાતમી મળી કે સુરેન્દ્રનગર શાંતિનગર તરફથી એક બાઇકચાલક વિદેશી દારૂ લઇ અને નીકળનાર છે. આથી પોલીસ ટીમે સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ ઉદ્યોગનગર બીજી શેરી પર વોચ ગોઠવી બાઇકને ગોર્ડન કરી તપાસ કરવામાં આવી હતી. ત્યારે બાઇકના એકબાજુના હુકમાં લગાવેલા થેલામાંથી રૂ. 5100ની કિંમતની 17 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.જ્યારે શખ્સની પૂછપરછ કરતા 80 ફૂટ રોડ દેશળભગતની વાવ પાસે ગોકુલનગરના હિતેષભાઈ રામજીભાઈ કુમરખાણીયા હોવાનું જણાવ્યું હતું. આ બનાવમાં વિદેશી દારૂ, રૂ. 10,000ની કિંમતનું બાઇક સહિત કુલ રૂ. 15,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને દારૂ સાથે ઝડપાયેલા હિતેષભાઈ તેમજ જેમની પાસેથી દારૂ લાવ્યા હતા તે સુરેન્દ્રનગરના પ્રતિક ઉર્ફે છોટીયો પ્રફુલભાઈ સોમૈયા, પંકજ દશરથભાઈ બારૈયા સામે ગુનો નોંધાતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જી.બી. દેવથળા ચલાવી રહ્યાં છે.


Loading...
Advertisement
Advertisement