સુરેન્દ્રનગર વઢવાણ ગણપતી ફાટસર નજીક આધેડનુ ટ્રેનની હડફેટે આવતા મોત

18 August 2022 12:50 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર વઢવાણ ગણપતી ફાટસર નજીક આધેડનુ  ટ્રેનની હડફેટે આવતા મોત
  • સુરેન્દ્રનગર વઢવાણ ગણપતી ફાટસર નજીક આધેડનુ  ટ્રેનની હડફેટે આવતા મોત

યુવકના મોતના સમાચાર વાયુ વેગે ફેલાતા ઘટનાસ્થળે પોલીસ કાફલા સહિત લોકોના ટોળેટોળા ઉમટી પડયા

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.18
સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં રેલ્વેના પાટા પર ટ્રેનની હડફેટે આવીને યુવાન કે યુવતિના મોત નિપજવાની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર નજીક ટ્રેનની હડફેટે અજાણ્યો યુવક આવતા મોતને નિપજતા ભારે ચકચાર મચી.
વધુ મળતી માહિતી મુજબ વઢવાણ ગણપતિ ફાટસર પાસે રેલ્વેના પાટાની બાજુમાં અજાણ્યા યુવકનો મૃતદેહ હોવાની માહિતિ પોલીસ તંત્રને જાણ થતા ઘટનાસ્થળે પોલીસ કાફલો અને 108 ની ટીમ દોડી ગઈ હતી અને પોલીસ ટીમે અજાણ્યા પુરૂષના મૃતદેહની તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે આ અજાણ્યો યુવક ગણપતિ ફાટસર રેલ્વે ફાટકથી પસાર થતી ટ્રેનની હડફેટે આવીને મોત નિપજ્યા હોવાનુ હાલ જાણવા મળે છે તેમજ પોલીસ ટીમે અજાણ્યા યુવકના મૃતદેહના વાલી વારસની શોધખોળ માટે તપાસ હાથ ધરી અને મૃતક અજાણ્યા આધેડ ઉંમરના યુવકની ડેડબોડીને પીએમ અર્થે શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી તેમજ આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.


Loading...
Advertisement
Advertisement