A person was caught with a quantity of posh dodwa and other items in Muli

18 August 2022 12:51 PM
Surendaranagar
  • A person was caught with a quantity of posh dodwa and other items in Muli

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.18
પોલીસ અધિક્ષક હરેશ દૂધાત દ્વારા નાર્કોટીકસના પદાર્થ, કેફી ઔષધો, મનપ્રભાવી દ્રવ્યો તથા એનડીપીએસ (ગાંજો, અફીણ, એમ.ડી) વિગેરેના ગેરકાયદેસર વેચાણ હેરાફેરી અટકાવવા સુચના આપવામાં આવેલ તેમજ આવા ગેરકાયદેસર વેપાર, વેચાણ, વહન અંગેના કેસો કરવા તેમજ આવા ગે.કા. વેચાણ કરતા ઈસમોને તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ.

જે અન્વયે સુરેન્દ્રનગર એસઓજીના પો.ઈન્સ. વી.વી. ત્રિવેદીને ખાનગીરાહે હકિકત મળેલ કે વડધ્રા ગામની સીમમાં વેકરા તરીકે ઓળખાતી સીમમાં રહેતા રામાભાઈ ભોજાભાઈ સાપરા નામના ઈસમે બહારથી પોષડોડવાનો જથ્થો મંગાવી પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં રાખેલ છે. તેવી ચોકકસ બાતમી મળતા એસઓજીના એએસઆઈ ઘનશ્યામભાઈ મસીયાવા તથા એએસઆઈ મગનભાઈ રાઠોડ તથા એએસઆઈ યોગેન્દ્રસિંહ તથા એએસઆઈ પ્રવિણભાઈ તથા ડ્રા.હે.કોન્સ. પરષોતમભાઈ નાકીયાઓ સાથે તથા બે સરકારી પંચો સાથે રાખી બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા આરોપી રામાભાઈ ભોજાભાઈ સાપરા (ત.કોળી) ઉ.વ.47, ધંધો ખેતી, રહે. વડધ્રા ગામની સીમમાં વેકરા તરીકે ઓળખાતી સીમમાં તા.મુળી જી. સુરેન્દ્રનગર વાળાના કબજા ભોગવટાના ઘરમાંથી પોષડોડવાનો જથ્થો 14 કિલો 200 ગ્રામ કિ.રૂા.42,600નો તથા બે મોબાઈલ કિ.રૂા.5500 મળી કુલ રૂપિયા 48,100ના મુદામાલ સાથે મળી આવતા ઈસમ વિરુધ્ધ મુળી પો.સ્ટે.માં એનડીપીએસ એકટ કલમ 8 (સી) 15 (બી) મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.


Loading...
Advertisement
Advertisement