સુરેન્દ્રનગર નગરપાલિકા વોર્ડ નં.5માં ગટરના ગંદા પાણી ઉભરાયા

18 August 2022 12:52 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર નગરપાલિકા વોર્ડ નં.5માં ગટરના ગંદા પાણી ઉભરાયા
  • સુરેન્દ્રનગર નગરપાલિકા વોર્ડ નં.5માં ગટરના ગંદા પાણી ઉભરાયા
  • સુરેન્દ્રનગર નગરપાલિકા વોર્ડ નં.5માં ગટરના ગંદા પાણી ઉભરાયા

સુરેન્દ્રનગર નગરપાલિકા વોર્ડ નંબર 5 સનફ્લાવર સ્કૂલ અને શાંતિનગર આજુબાજુના વિસ્તારમાં રોડ પર ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે જેના કારણે સ્કૂલના બાળકોને આ ગંદા પાણીમાંથી પસાર થઈ સ્કૂલે આવવાનું અને સ્કૂલથી ઘેર જવાનું થાય છે આ ગંદા પાણીમાં ખૂબ મચ્છરનો ઉપદ્રવ હોય રોગચાળો ફેલાવવાની દહેશત રહેલી છે. શાંતિનગર ના રહેવાસીઓ ના રહેણાક વિસ્તારની આજુબાજુ પણ ગટરના ગંદા પાણી ઉભરાયેલા છે તેઓના ઘરના ફળિયામાં અને રસોડામાં પણ આ ગટરના ગંદા પાણી ઉભરાઈ ગરી જાય છે જેના કારણે તેઓ ત્રાહિમામ પોકારી ગયા છે. અહીંના રહેવાસીઓ ના કહેવા મુજબ આ સમસ્યા બાબત ચૂંટાયેલા સદસ્યશ્રીઓને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની નક્કર કામગીરી કરી સમસ્યાનું નિરાકરણ લાવ્યા નથી. લોકો ને પડતી પ્રાથમિક સુવિધા બાબત ની વાત ઊજાગર કરી આ સમસ્યા નું નિરાકરણ લાવવા માં મદદરૂપ થવાની કમલેશ કોટેચા દ્વારા માંગણી કરવામાં આવી છે. (તસવીર : (ફારૂક ચૌહાણ)


Loading...
Advertisement
Advertisement