રોહીંગ્યા શરણાર્થીઓને દિલ્હીમાં ખાસ આવાસમાં વસાવવાના મુદ્દે કેન્દ્ર ભીંસમાં

18 August 2022 01:09 PM
India
  • રોહીંગ્યા શરણાર્થીઓને દિલ્હીમાં ખાસ આવાસમાં વસાવવાના મુદ્દે કેન્દ્ર ભીંસમાં

► દિલ્હીમાં વસી ગયેલા હજારો રોહીંગ્યા શરણાર્થીઓના વિસ્તારને ડીટેન્શન વિસ્તાર જાહેર કરવા તૈયારી

► શહેરી વિકાસ અને આવાસ મંત્રી હરદીપ પુરીના નિવેદનને નકારાયું : ગૃહ મંત્રાલય દ્વારા તાત્કાલીક સ્પષ્ટતા

નવી દિલ્હી,તા. 18
કેન્દ્ર સરકાર દ્વારા રોહીંગ્યા શરણાર્થીઓને દિલ્હીમાં કુસુમ કુંજ સહિતના વિસ્તારોમાં ખાસ તૈયાર કરાયેલા ફલેટમાં રહેણાંક સુવિધા આપશે તેવી કેન્દ્રનાં શહેરી વિકાસ મંત્રી શ્રી હરદીપ પુરીએ કરેલી જાહેરાત બાદ હવે કેન્દ્ર સરકારે આ પ્રકારની કોઇ યોજના હોવાનો ઇન્કાર કર્યો છે. ખુદ કેન્દ્રના મંત્રીના નિવેદનને પણ નકારી કાઢયું છે.

ગૃહ મંત્રાલય દ્વારા એક સ્પષ્ટતામાં જણાવાયું છે કે નવી દિલ્હીમાં બકારવાલા વિસ્તારમાં આર્થિક નબળા વર્ગ માટેના તૈયાર કરાયેલા આવાસ સંકુલમાં રોહીંગ્યા શરણાર્થીઓને વસાવવાની કોઇ યોજના નથી અને નવી દિલ્હી સરકારે રોહીંગ્યાઓને નવા લોકેશન પર શીફટ કરવા મુદ્દે જે દરખાસ્ત કરી હતી તેના બદલે હાલ રોહીંગ્યા શરણાર્થીઓને જે સ્થળે રાખવામાં આવ્યા છે તેને ડીટેન્શન સેન્ટર તરીકે જાહેર કરવામાં આવશે.

તેઓને કાનૂન મુજબ તેમના દેશમાં પરત મોકલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. ગઇકાલે કેન્દ્રના આવાસ અને શહેરી વિકાસ મંત્રી દ્વારા કરાયેલી જાહેરાત બાદ જબરા પ્રત્યાઘાત પડ્યા હતા. ખાસ કરીને ભાજપ અને સંઘ પરિવારમાંથી રોહીંગ્યા શરણાર્થીઓને આ પ્રકારની વસવાટની સુવિધા આપવા સામે વિરોધ નોંધાવ્યો હતો. પુરીએ એવું પણ જણાવ્યું કે ભારતે હંમેશા શરણાર્થીઓને આવકાર્યા છે.

એક મહત્વના નિર્ણયમાં રોહીંગ્યા શરણાર્થીઓને બકારવાલા વિસ્તારમાં આર્થિક નબળા લોકો માટે તૈયાર કરાયેલ ફલેટમાં ફેરવવામાં આવશે અને તેઓને તમામ પ્રાથમિક સુવિધા આપવામાં આવશે જેના પરિણામે આરએસએસમાંથી પણ જબરો વિરોધ સર્જાયો હતો અને બાદમાં કેન્દ્ર સરકારે મંત્રીના જ નિવેદનને નકારવું પડ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement