વધુ આઠ ફેકન્યુઝ યુ-ટ્યુબ ચેનલ બ્લોક

18 August 2022 01:12 PM
India Technology
  • વધુ આઠ ફેકન્યુઝ યુ-ટ્યુબ ચેનલ બ્લોક

સાત ભારતીય અને એક પાકિસ્તાની યુ-ટ્યુબ ચેનલ સામે કાર્યવાહી

નવી દિલ્હી,તા. 18
કેન્દ્ર સરકારે ડીજીટલ મીડિયામાં ફેક ન્યૂઝ ફેલાવતી યુ-ટ્યુબની આઠ ચેનલો બ્લોક કરી દીધી છે. જેમાં સાત ભારતીય અને એક પાકિસ્તાની યુ-ટ્યુબ ચેનલનો સમાવેશ થાય છે. આ યુ-ટ્યુબ ચેનલોના કુલ 85 લાખ જેટલા સબક્રાઈબર હતા અને 114 કરોડથી વધુ વાર જોવામાં આવી હતી અને આ તમામ ચેનલો ફેક ન્યુઝ સરકારની કામગીરીની ખોટી માહિતી વગેરે ફેલાઈ રહી હોવાથી તેના પર કેન્દ્ર સરકાર દ્વારા એકશન લેવામાં આવ્યું હતું.

દેશમાં ડીજીટલ મીડિયામાં ફેક ન્યૂઝના સતત વધતા જતા પ્રમાણ સામે કેન્દ્ર સરકાર આકરા પગલા લઇ રહી છે અને એક બાદ એક યુ-ટ્યુબ ચેનલો તથા આવા ડીજીટલ પ્રસારણો બંધ કરવા આદેશ આપી રહી છે જેના પરિણામે હવે આ મીડિયા પર પણ ભારે ધોંસ બોલી છે અને આગામી દિવસોમાં વધુ ફેક ન્યુઝ ફેલાવતી ચેનલો પણ બ્લોક થાય તેવી શક્યતા છે.


Related News

Loading...
Advertisement
Advertisement