બનાસકાંઠામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

18 August 2022 01:23 PM
Ahmedabad Gujarat
  • બનાસકાંઠામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

અંબાજીને જોડતા ત્રિશુળીયાઘાટમાં ભેખડો ધસી પડી: અમદાવાદ રીવરફ્રંટનો વોક-વે બંધ

અમદાવાદ તા.18
ગુજરાતમાં એકધારા વરસાદને પગલે બનાસકાંઠા જેવા કેટલાંક ભાગોમાં મેઘપ્રકોપની હાલત સર્જાઈ છે. બનાસકાંઠામાં અંબાજીને જોડતા ત્રિશુળીયાઘાટ પર ભેખડો ધસી પડી હતી. અમદાવાદમાં સાબરમતીમાં નવુ પાણી ઠલવાતા વોકવે બંધ કરી દેવાયો હતો.

બનાસકાંઠામાં છેલ્લા ત્રણેક દિવસથી મૂશળધાર વરસાદ વચ્ચે અમુક સ્થળોએ ખાનાખરાબી છે. પાલનપુર-આબુ હાઈવે પાણીમાં ગરકાવ થતા લાંબો ટ્રાફીક જામ સર્જાયો હતો. આ સિવાય પવિત્ર યાત્રાધામ અંબાજીને જોડતા ત્રિશુળીયા ઘાટમાં ભેખડો ધસી પડતા વાહન વ્યવહાર અટકાવાયો હતો. જો કે, તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને થોડા વખતમાં માર્ગ ખોલી નાંખવામાં આવ્યો હતો.

બનાસકાંઠા તથા રાજસ્થાનમાં ભારે વરસાદ વચ્ચે હજારો કયુસેક પાણી સાબરમતીમાં છોડવામાં આવ્યું હતું એટલે રિવરફ્રંટનો વોકવે બંધ કરી દેવામાં આવ્યો હતો.ધરોઈ ડેમમાંથી 75000 કયુસેક પાણી સાબરમતીમાં છોડવામાં આવ્યું હતું એટલે જળસ્તર વધવાની સાથોસાથ પાણીનો પ્રવાહ તેજ બન્યો હતો.

સાબરમતી નદીમાં 1277 લેવલ જાળવવામાં આવ્યુ હતું. સુભાષબ્રીજમાં પણ જળસ્તર વધવાની શકયતાથી આગોતરી કાર્યવાહી કરવા સાથે નીચાણવાળા વિસ્તારો-ગામોને એલર્ટ કરાયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement