જબલપુરમાં આરટીઓ અધિકારીને ત્યાં ઈઓડબલ્યુના દરોડા: કરોડોની સંપતિ જપ્ત

18 August 2022 01:25 PM
India
  • જબલપુરમાં આરટીઓ અધિકારીને ત્યાં ઈઓડબલ્યુના દરોડા: કરોડોની સંપતિ જપ્ત

આરટીઓ અધિકારી અને તેની કલાર્ક પત્નીની આવક કરતા 650 ટકા વધુ સંપતિ મળી આવી

જબલપુર (મધ્યપ્રદેશ) તા.18
અહી આવક કરતા વધુ સંપતિ મામલે આરટીઓ અધિકારીના ઘેર ઈઓડબલ્યુએ દરોડો પાડતા કરોડોની સંપતિ જપ્ત કરવામાં આવી હતી. ઈઓડબલ્યુની ટીમે બુધવારની રાત્રે શતાબ્દીપુરમ સ્થિત ક્ષેત્રીય પરિવહન અધિકારી (આરટીઓ) સંતોષ પાલના ઘેર દરોડા કાર્યવાહી શરૂ કરી હતી.

ઈઓડબલ્યુની ટીમ આરટીઓ ઓફિસરના ઘેર પહોંચતો આલિશાન ઘરમાં રાખેલ રાચરચિલાથી દંગ થઈ ગઈ હતી. ઈઓડબલ્યુના એસપી રાજપૂતે જણાવ્યું હતું કે આવકથી વધુ સંપતિના મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તલાશી દરમિયાન આલિશાન ઘર, વૈભવી કાર, જમીન, પ્લોટ સહિત કરોડોની સંપતિ મળી આવી હતી.

આરટીઓ પાલ સામે આવક કરતા અધિક સંપતિ મામલે ફરિયાદ થઈ હતી. ફરિયાદની તપાસ દરમિયાન આરટીઓ પાલ અને તેની પત્ની રેખા પાલ (આરટીઓ ઓફિસમાં કલાર્ક) પાસેથી આવક કરતા 650 ટકા વધુ સંપતિ મળી આવી હતી. બન્ને વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરોધી કાનૂની જોગવાઈ અંતર્ગત કાર્યવાહી હાથ ધરાઈ છે.


Related News

Loading...
Advertisement
Advertisement