ટ્રેનમાં બાળકની ટિકીટ મામલે વાતનું થયું વતેસર: રેલ મંત્રાલયે કર્યો ખુલાસો

18 August 2022 01:28 PM
India
  • ટ્રેનમાં બાળકની ટિકીટ મામલે વાતનું થયું વતેસર: રેલ મંત્રાલયે કર્યો ખુલાસો

એ તો બાળકની અલગ બર્થ માટે ચાર્જ છે, બાકી 5 વર્ષના બાળક માટે ફ્રી યાત્રા છે: રેલવે

નવી દિલ્હી તા.18 : સોશ્યલ મીડીયામાં એવી ખબરો ફેલાઈ હતી કે ટ્રેનમાં હવે એક વર્ષના બાળકની પણ આખી ટિકીટ લેવી પડશે. સોશ્યલ મીડીયામાં આ અહેવાલો ફેલાતા ભાજપ સરકારની યુઝર્સે જોરદાર ટિકા કરી હતી, હવે આ મામલે રેલવે મંત્રાલયે ખુલાસો કર્યો છે કે નિયમમાં આવો કોઈ ફેરફાર નથી થયો, આવા સમાચારો ભ્રામક છે.

મંત્રાલયે એવી સ્પષ્ટતા કરી છે કે પાંચ વર્ષથી ઓછી વયના બાળક માટે ત્યારે અલગ ટિકીટ ખરીદવી પડે જયારે તેમને અલગ બર્થ જોઈએ, જો તેને અલગ બર્થ ન અપાય તો આ પાંચ વર્ષ સુધીના બાળક માટે રેલવે મુસાફરી મફત છે, જે પહેલેથી જ છે. 6 માર્ચ 2020ના સકર્યુલરનો ઉલ્લેખ કરતા રેલ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે પાંચ વર્ષથી ઓછી વયના બાળકો માટે યાત્રા મફત છે. જો પાંચ વર્ષથી ઓછી વયના બાળક માટે અલગ સીટ માંગવામાં આવે તો જ વયસ્કના ભાડા બરાબર ભાડું આપવું પડે.આ મામલે સપા નેતાએ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી કે રેલવે હવે ગરીબો માટે નથી, હવે લોકો ભાજપની પુરી ટિકીટ ‘કાપી’ નાખશે.


Related News

Loading...
Advertisement
Advertisement