ખંભાળિયાના ભાતેલ ગામે રાજપૂત બાળા દ્વારા દરરોજ એક હજાર પાર્થિવ શિવલિંગની કરાતી પૂજા

18 August 2022 01:38 PM
Jamnagar
  • ખંભાળિયાના ભાતેલ ગામે રાજપૂત બાળા દ્વારા દરરોજ એક હજાર પાર્થિવ શિવલિંગની કરાતી પૂજા

જામ ખંભાળિયા, તા. 18 : ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે સુરેન્દ્રનગર જિલ્લાની વતની એવી એક રાજપુત બાળા દ્વારા દરરોજ 1,000 પાર્થિવ શિવલિંગ બનાવી અને તેનું પૂજન કરવામાં આવે છે. આ સાથે દરરોજ શિવલિંગનું વિસર્જન પણ કરાય છે. ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાની વતની આરતીબા રામદેવસિંહ ઝાલા શ્રાવણ માસને અનુલક્ષીને દરરોજ માટીના પાર્થિવ શિવલિંગ બનાવી, તેમાં જુદા જુદા પ્રકારની ડિઝાઇન તથા કલર વડે આ મૂર્તિને નયનરમ્ય બનાવે છે. આ બાળા દ્વારા દરરોજ જુદા-જુદા પ્રકારની પ્રતિમા અને શિવ-પાર્વતી તથા ગણેશજીની પ્રતિકૃતિ બનાવી અને પૂજન અર્ચન કરવામાં આવે છે. આ 1000 પાર્થિવ શિવલિંગનું બીજા દિવસે વિસર્જન કરી, બાળા સવારે બીજા 1000 પાર્થિવ શિવલિંગ બનાવે છે. પાર્થિવ શિવલિંગ સામાન્ય રીતે માટીના જ હોય છે. પરંતુ આ બાળા દ્વારા માટીના સુંદર કલર તથા ડિઝાઇન સાથેના દેખાતા શિવલિંગ સોશિયલ મીડિયામાં પણ છવાઈ ગયા છે.(ફોટો:- કુંજન રાડિયા)


Loading...
Advertisement
Advertisement