ખંભાળિયામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને કીટનું વિતરણ કરાયું

18 August 2022 01:46 PM
Jamnagar
  • ખંભાળિયામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને કીટનું વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. 18 : ખંભાળિયાની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અહિના શ્રી મુળજીભાઈ વલ્લભભાઈ પાબારી (મુંબઈવાળા)ના આર્થિક સહયોગથી લોહાણા તેમજ અન્ય જ્ઞાતિના આશરે 135 જરૂરિયાતમંદ પરિવારોને શ્રાવણીપર્વ નિમિતે અનાજની કીટનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં તેલ, ખાંડ, ચણાનો લોટ, મગ, ચોખા, મેંદો, ચાની ભૂકી તેમજ નિમકની થેલી મળી કુલ રૂપિયા 500 ની કીટ આપવામાં આવી હતી. આ વિતરણ કાર્યક્રમના પ્રારંભે ટ્રસ્ટી મનુભાઈ કાનાણી તેમજ દાતા મુળજીભાઈ પાબારીના વરદ હસ્તે તેમના નિવાસસ્થાનેથી જ વિતરણની શરૂઆત કરવામાં આવી હતી. શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ જે છેલ્લા 40 વર્ષોથી અનાજની કીટની સેવા, ટીફિનની સેવા તેમજ મેડિકલ કેમ્પ અને કોરોના સમયમાં પણ અનન્ય સેવાઓ કરતા આવ્યા છે. જે તમામ સામાજિક કાર્યો નાત જાતના ભેદભાવ વગર કરવામાં આવે છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા મનુભાઈ કાનાણી, નિખિલભાઈ કાનાણી, અશોકભાઈ દાવડા તેમજ નિશીલભાઈ કાનાણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સેવા પ્રવૃત્તિ બદલ શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાઓનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. (ફોટો:- કુંજન રાડિયા)

Loading...
Advertisement
Advertisement