જામજોધપુરના સતાપર પાસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: ત્રણની ધરપકડ

18 August 2022 01:48 PM
Jamnagar
  • જામજોધપુરના સતાપર પાસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: ત્રણની ધરપકડ
  • જામજોધપુરના સતાપર પાસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: ત્રણની ધરપકડ

4.44 મુદ્દામાલ કબ્જે કરલાખનોતી પોલીસ

(ભરત ગોહેલ દ્વારા)
જામજોધપુર તા.18
જામજોધપુરના સતાપર પાસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ અંગે મળતી વિગતો મુજબ જામજોધપુર પોલીસને ચોકકસ બાતમી મળી હતી કે જામજોધપુર નજીક સત્તાપર ગામના પાટીયા પાસેથી એક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે, જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી એક ઈનોવા કારને અટકાવી તેની તલાસી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની 268 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવતા પોલીસે કાર અને દારૂ સહિત રૂપિયા ચાર લાખ ચુમાલીસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જયારે કારની અંદર બેઠેલા વાંસજાળીયાના પરેશ ઉર્ફે પરિયો છગનભાઈ હિંગળાજિયા, જયેશ ઉર્ફે લખન કારાભાઈ મોરી તેમજ ભરત જીતુભાઈ કોળીની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા ત્રણેયની પૂછપરછ દરમિયાન ઉપરોકત દારૂનો જથ્થો કાનાભાઈ લાખાભાઈ મોરી, પબાભાઈ મેરાભાઈ મોરી અને રાકેશ મેરાભાઈ મોરી કે જેઓ ત્રણેય વાંસજાળીયા ગામમાં રહે છે, જેઓએ દારૂનો જથ્થો સપ્લાય કર્યો હોવાનું તેમજ જામખંભાળીયાના ગાયત્રીનગરમાં રહેતા પ્રભાતસિંહ ઉર્ફે મુન્નો ટકો રણજીતસિંહ જાડેજાએ ઉપરોકત દારૂનો જથ્થો મંગાવ્યો હોવાથી પોલીસે તેઓને ફરારી જાહેર કર્યા છે અને શોધખોળ પોલીસે હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement