યમુના નદીમાં રહેતો કાળિયો નાગ ભગવાન શ્રીકૃષ્ણ સામે પરાજિત થયા બાદ કયાં ચાલ્યો ગયો ? જાણો છો?

18 August 2022 02:10 PM
Ahmedabad Rajkot
  • યમુના નદીમાં રહેતો કાળિયો નાગ ભગવાન શ્રીકૃષ્ણ સામે પરાજિત થયા બાદ કયાં ચાલ્યો ગયો ? જાણો છો?

ભગવાન શ્રીહરિએ ધરતી પર કંસના આતંકથી લોકોને મુકત કરાવવા માટે શ્રીકૃષ્ણના રૂપમાં જન્મ ધારણ કર્યો હતો. પુરાણો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ શ્રીહરિવિષ્ણુના આઠમા અવતાર હતા. શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ વદ-આઠમના રાત્રે 12 વાગે થયો હતો. એટલા માટે દર વર્ષે શ્રાવણ વદ આઠમના ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણનો ભગવાન વિષ્ણુનો અવતાર હોવાથી આ પર્વનું વિશેષ મહત્વ છે. દ્વાપર યુગમાં તેમનો જન્મ થયો હતો એટલા માટે તેમને તે યુગના સર્વશ્રેષ્ઠ પુરૂષ કહેવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતાની લીલાઓ માટે જાણવામાં આવે છે. કારણ કે તેમણે રાક્ષસો અને કંસને મારવા સુધીમાં અનેક લીલાઓ કરી હતી. જન્માષ્ટમી નજીક આવતા જ તેમની લીલાઓની ચર્ચા તેજ બને છે. તેમની લીલાઓમાં કાળિયા નાગને મારવાનું પણ સામેલ છે.

પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના પિતાનું નામ વાસુદેવ હતું અને માતાનું નામ દેવકી હતું. વાસુદેવ અને દેવકીના વિવાહ બાદ આકાશવાણી થઇ કે કંસનો વધ તેની બહેનનો આઠમો પુત્ર કરશે. ભગવાન શ્રીકૃષ્ણનો કંસ મામો હતો તે પછી તેણે વસુદેવ અને દેવકીને કારાગૃહમાં નાંખી દીધા. ત્યારપછી તેણે પોતાની બહેન દેવકીના બાળકોને મારી નાખ્યા. શેષનાગ દેવકીના સાતમા પુત્રના રૂપમાં જન્મ લેવાનો હતો. પરંતુ જયારે દેવકીના ગર્ભમાં શેષનાગ આવ્યા તો તેનો ગર્ભપાત થઇ ગયો. જે દેવતાઓની એક યોજના હતી. તેઓએ દેવકીના સાતમા પુત્ર અને શેષનાગને વસુદેવની પ્રથમ પત્ની રોહિણીના ગર્ભાશયમાં સ્થાપિત કરી મુકયા. બલરામે દેવકીના સાતમા સંતાનના રૂપમાં જન્મ લીધો હતો. શ્રીહરિએ દેવકીના આઠમા પુત્રના રૂપમાં જન્મ લીધો.

ત્યારપછી વસુદેવે ગોકુળમાં નંદ અને યશોદાનો ઘેર ભગવાન શ્રીકૃષ્ણને પહોંચાડી દીધા. યશોદાએ ભગવાન શ્રીકૃષ્ણનું પાલન પોષણ કર્યુ. ભગવાન વિષ્ણુના આઠમા અવતારના રૂપમાં જન્મ લેનારા શ્રીકૃષ્ણ બાળપણથી જ ઘણા જ નટખટ હતા અને તેઓએ પોતાની લીલાઓ બતાવવી શરૂ કરી દીધી હતી. ભગવાન શ્રીકૃષ્ણ પોતાના મિત્રોની સાથે ગામમાં બધાનું માખણ ચોરીને ખાતા હતા. એકવાર શ્રીકૃષ્ણની શરારતોથી તંગ આવીને યશોદાએ એક સ્થંભ સાથે તેને બાંધી દીધો હતો. બાળપણમાં ભગવાન શ્રીકૃષ્ણ માટી ખાઇ રહ્યા હતા અને માતા યશોદા જોઇ ગઇ. ત્યારપછી તેણીએ શ્રીકૃષ્ણને મોઢુ ખોલવાનું કહ્યું, તો પુરા બ્રહ્માંડના દર્શન કરાવી દીધા.

ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓમાં ગોપીઓની સાથે રાસલીલા, ગોવર્ધન પર્વતની કથા, કંસનો વધ અને કાળિયા નાગનો વધ પ્રમુખરૂપથી સામેલ છે. ભગવાન શ્રીકૃષ્ણની પ્રસિધ્ધ લીલાઓમાં કાળીયા નાગનો વધ સામેલ છે. કંસે કાળિયા નાગને શ્રીકૃષ્ણને મારવા માટે કહ્યું હતું ભગવાન શ્રીકૃષ્ણ યમુના નદીના કિનારે પોતાના દોસ્તો સાથે રમી રહ્યા હતા. મિત્રોએ શ્રીકૃષ્ણને દડો લાવવા માટે યમુનામાં મોકલી દીધો. અને કાળિયો નાગ નદીમાં પોતાના પરિવારની સાથે રહેતો હતો. નદીમાં કુદ્યા પછી શ્રીકૃષ્ણને કાળિયો નાગ મળ્યો. ત્યારપછી ભગવાન શ્રીકૃષ્ણએ ઝેરીલો કાળિયા નાગનું મર્દન કરે છે.

કાળિયા નાગના ઝેરથી યમુના નદીનું પાણી કાળુ થઇ ગયું હતું અને નદીનું પાણી પીવાથી પશુ-પક્ષીઓના મોત થવા લાગતા હતા. ગામના લોકો પોતાના બાળકોને નદીના કિનારે જવા દેતા નહોતા. ભગવાન શ્રીકૃષ્ણએ કાળિયા નાગને પાઠ ભણાવવા માટે લીલા રચી. આ લીલા રચવા તેઓ યમુના કિનારે દડો રમવા માટે ગયા અને યમુનામાં જઇને કાળિયા નાગને પાઠ ભણાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ કાળિયાનાગની પત્નીઓની વિનંતીથી તેને મુકત કરે છે. પરંતુ તેને ત્યાંથી દુર ચાલ્યા જવાનું કહે છે. ભગવાન શ્રીકૃષ્ણના આદેશ પછી કાળિયા નાગ યમુના નદીમાંથી પોતાનું ઝેર શોષી લે છે અને ચાલ્યો જાય છે. કાળિયો નાગ સમુદ્રની વચ્ચે રમન દ્વીપ પર જઇને રહેવા લાગે છે.

કાળિયો નાગ યમુના નદીમાં કેમ રહેતો હતો ?
ધાર્મિક માન્યતાઓ અનુસાર કશ્યપ ઋષિની પત્ની કદ્રુથી અનેક સાપોનો જન્મ થયો હતો. કાળિયો નાગ કદ્રુનો જ પુત્ર હતો. જે પન્નગ જાતિનો હતો તે રમણ નામના દ્વીપમાં નિવાસ કરતો હતો. પરંતુ પક્ષીરાજ ગરૂડથી શત્રુતા વધવાના કારે તે પોતાની પત્નીઓની સાથે યમુના નદીમાં જઇને રહેવા લાગ્યો. કારણ કે તે જાણતો હતો કે અહીંયા ગરૂડ ભગવાન નહિ આવે. તપસ્વી સૌભરિની મનાઇ હોવા છતાં પણ એકવાર પક્ષીરાજ ગરૂડે યમુના નદીના કુંડમાંથી માછલીઓ ખાધી, તે પછી મહર્ષિ સૌરભિએ શ્રાપ આપ્યો અને કહ્યું કે અહીંથી માછલીઓ ખાઇશ તો તારૂ મોત થશે. તે કારણે તે યમુના નદીના કુંડમાં છુપાઇને રહેતો હતો.- સં: પરસોતમભાઇ બાબરીયા (પટેલ)(મુ. રવની-કેશોદ)


Related News

Loading...
Advertisement
Advertisement