મધ્યપ્રદેશના ખરગોન શહેરમાં 250 વર્ષ પ્રાચીન મુરલી મનોહર મંદિરમાં કંસની દાસી કુબ્જાની પૂજા કરાય છે

18 August 2022 02:13 PM
India Rajkot
  • મધ્યપ્રદેશના ખરગોન શહેરમાં 250 વર્ષ પ્રાચીન મુરલી મનોહર મંદિરમાં કંસની દાસી કુબ્જાની પૂજા કરાય છે

મધ્યપ્રદેશનું ખરગોન શહેરનું પ્રાચીન મુરલી મનોહર મંદિર ભગવાન કૃષ્ણનું એવું મંદિર છે, જેમાં કંસની દાસી કુબ્જાની પૂજા થાય છે. રપ0 વર્ષ પ્રાચીન આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ મુરલી મનોહરના રૂપમાં રાધાજી સાથે બિરાજમાન છે. સાથે જ કંસની દાસી કુબ્જાની મૂર્તિ પણ પ્રસ્થાપિત છે. સંભવત: આ દેશનું એક માત્ર મંદિર છે જયાં રાધા-કૃષ્ણની મૂર્તિ સાથે કંસની દાસી કુબ્જાની પણ વર્ષો પુરાની મૂર્તિ સ્થાપિત છે. સફેદ પથ્થરના સંગેમરમરની આકર્ષક ભગવાન શ્રીકૃષ્ણ અને રાધારાણીની મૂર્તિ છે. ત્યાં પીતળની કુબ્જાની મૂર્તિ જોવા મળે છે. કહેવાય છે કે કુબ્જા કંસની દાસી હતી જે પ્રતિદિન ચંદનનો લેપ કંસ માટે તૈયાર કરતી હતી.

કૃષ્ણએ કુબ્જાને સુંદરી બનાવી
મથુરા નગરીમાં જયારે પ્રથમવાર ભગવાન કૃષ્ણ પહોંચ્યા તો કંસના મહેલમાં તેમને આ કુબ્જા દાસી સાથે મુલાકાત થઇ, જે કુબ્જાને કુરૂપ અને કુબડી હોવાથી સદૈવા મેણા ટોણા જ સાંભળવા મળ્યા હતા. ભગવાન કૃષ્ણે તેને કહ્યું: હે સુંદરી, કયાં જઇ રહી છે ? આમ પોકારતા રહ્યાં ત્યારે કુબ્જા ભગવાનના અમૃત તુલ્ય વચન સાંભળીને તથા મનમોહક રૂપ જોઇને કુબ્જાએ કંસ માટે લઇ જતી ચંદનનો લેપ ભગવાન કૃષ્ણને લગાવી દીધો.

કુબ્જા શ્રાપના કારણ કુરૂપમાં હતી તેને એ વાતની ખબર પણ હતી. ભગવાન કૃષ્ણએ પ્રસન્ન ચિત્ત થઇને કુબ્જાનું કુરૂપ તથા કુબડાપણાને ખતમ કરીને સુંદર યુવતીનું સ્વરૂપ આપ્યું તે જાણતી હતી કે ભગવાન જયારે કૃષ્ણ અવતારમાં આવશે ત્યારે તેનો ઉધ્ધાર થશે. તેની મનોકામના ભગવાનની ગોપીના રૂપમાં પુરી થશે. તેનો ઉલ્લેખ શ્રીમદ ભગવદ ગીતામાં છે.

1008 ગોપીઓમાં કુબ્જા પણ છે. કુબ્જાએ ભગવાન પાસે કોઇ જન્મમાં તેની ગોપી બનવાની અભિલાષા કરી હતી, તે પુરી થઇ. આ કારણે ભગવાન શ્રીકૃષ્ણની 1008 ગોપીઓમાં કુબ્જાને પણ માનવામાં આવે છે. ખરગોનના આ અનોખા મુરલી મનોરથ મંદિરમાં કુબ્જાને પણ રાધા-કૃષ્ણની સાથે પૂજવામાં આવે છે. માન્યતા છે કે કુબ્જા દાસીની જેમ જ આ મંદિરમાં જે કોઇ બીમાર, દુ:ખી કે શારીરિક સમસ્યાઓ ધરાવતા લોકો દર્શન કરે છે. તેના રોગો દૂર થાય છે. આમ તો મંદિરમાં પૂજારી શુકલા પરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે. મૂર્તિઓ પણ નાની છે. ભગવાન કૃષ્ણના વિશેષ દિને જન્માષ્ટમી વગેરે અવસરો પર વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે.


Related News

Loading...
Advertisement
Advertisement