ગાંધીજી વિશે ઘસાતું બોલનારા કવિ સામે ગુનો નોંધો: રાષ્ટ્રીય શાળાના ટ્રસ્ટીઓની કમિશનરને રજૂઆત

18 August 2022 02:59 PM
Rajkot Saurashtra
  • ગાંધીજી વિશે ઘસાતું બોલનારા કવિ સામે ગુનો નોંધો: રાષ્ટ્રીય શાળાના ટ્રસ્ટીઓની કમિશનરને રજૂઆત

તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત કરવામાં આવેલા કવિ સંમેલનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે ઘસાતું બોલનારા મધ્યપ્રદેશના કવિ દેવાંશ સામે રાજકોટમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે રાષ્ટ્રીય શાળાના ટ્રસ્ટીમંડળ દ્વારા કવિ દેવાંશ સામે ગુનો નોંધવા માટે પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે. દરમિયાન આજે ટ્રસ્ટી મંડળે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની મુલાકાત લઈને તેમને રજૂઆત કરી હતી કે ગાંધીજી વિશે ઘસાતું બોલાય તે બિલકુલ ચલાવી લેવાય તેમ ન હોવાથી મધ્યપ્રદેશના કવિ સામે ગુનો નોંધવો જોઈએ. આ રજૂઆત બાદ પોલીસ કમિશનર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement