કર્ણાટકમાં સરકારી કે બિનસરકારી શાળા-કોલેજોમાં રાષ્ટ્રગાન ફરજીયાત

18 August 2022 03:00 PM
India
  • કર્ણાટકમાં સરકારી કે બિનસરકારી શાળા-કોલેજોમાં રાષ્ટ્રગાન ફરજીયાત

♦ રાજયમાં હાલ પોસ્ટર વિવાદ વચ્ચે આદેશ જાહેર

♦ સરકાર દ્વારા ચેકીંગ દરમિયાન કેટલીક સંસ્થાઓમાં રાષ્ટ્રગાન ન ગવાતું હોવાનું જણાતા આદેશ

બેંગ્લુરુ તા.18
કર્ણાટકમાં હાલ સાવરકર વર્સીસ ટીપુ સુલતાનના પોસ્ટર વિવાદ ચાલે છે. દરમિયાન કર્ણાટકની ભાજપ સરકારે કર્ણાટકમાં સરકારી કે બિનસરકારી શાળા-કોલેજોમાં હવેથી રોજ રાષ્ટ્રગાન ફરજીયાત કરવાનો આદેશ આપ્યો છે.

ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લીક ઈન્સ્ટ્રકશનના ડેપ્યુટી ડાયરેકટર, બેંગ્લુરુ ઉતર અને દક્ષિણે તાજેતરમાં કેટલીક ખાનગી શાળાઓની મુલાકાત લીધી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે કેટલીક સંસ્થાઓમાં સવારની પ્રાર્થનામાં રાષ્ટ્રગાન નથી ગવાતું. ત્યારબાદ સરકારે આદેશ જાહેર કરીને રાષ્ટ્રગાનની અનિવાર્યતાને લઈને સ્કુલોને ચેતવણી આપી છે.


Related News

Loading...
Advertisement
Advertisement