જાપાનમાં બેરોજગારીને પગલે યુવાઓમાં આપઘાતનું વધ્યુ વલણ

18 August 2022 03:03 PM
World
  • જાપાનમાં બેરોજગારીને પગલે યુવાઓમાં આપઘાતનું વધ્યુ વલણ

કોરોના પ્રતિબંધોથી બેરોજગારી વધી: બે વર્ષમાં 8000થી વધુ આત્મહત્યા

ટોકયો (જાપાન) તા.18 : જાપાન જેવા નાનકડા દેશે અનેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે પરંતુ અહી વસતા લોકોના મનમાં શાંતિ નથી. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં જાપાનમાં આત્મહત્યાના બનાવો વધ્યા છે, માર્ચ 2020થી જૂન 2022 દરમિયાન જાપાનમાં 8 હજારથી વધુ આત્મહત્યાના બનાવો બહાર આવ્યા છે.

આ અભ્યાસમાં એવો નિષ્કર્ષ બહાર આવ્યો. કોરોનાને કારણે લાદવામાં આવેલી પાબંદીના કારણે બેકારી વધી જતા આત્મહત્યાના બનાવો વધી ગયા છે. સંશોધનમાં એવી ચોંકાવનારી બાબત પણ બહાર આવી છે કે જેમણે આત્મહત્યા કરી છે તેમાં સૌથી વધુ 20 વર્ષ સુધીના હતા, તેમાં મહિલાઓની સંખ્યા વધુ છે. સંશોધકોએ જણાવ્યું હતું કે મહિલાઓમાં આત્મહત્યાનું સૌથી મોટું કારણ અનિયમિત નોકરી હતી. યુવાનોને આ બે વર્ષ દરમિયાન વ્યવહાર સંબંધી પ્રતિબંધનો સામનો કરવો પડયો હતો, જેને લઈને યુવાનોએ અંતિમ પગલુ ભરવું પડયું હતું.

જાપાનમાં વધતા આત્મહત્યાના બનાવો માટે આર્થિક મુશ્કેલીને મુખ્ય કારણ માનવામાં આવે છે. બેરોજગારી વધવાથી આત્મહત્યાનો દર પણ વધ્યો છે. પ્રો. ફયુમિયો ઓટેકે જાપાનમાં વધતા આપઘાતને રોકવા સરકારને આર્થિક અને સામાજીક ગતિવિધિઓને રોકવાના ફેસલા પર વિચારવું પડશે તેમ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement