બોલીવુડની બેબાક એકટ્રેસ સ્વરા ભાસ્કર ભજવશે 9-9 રોલ!

18 August 2022 03:06 PM
Entertainment India
  • બોલીવુડની બેબાક એકટ્રેસ સ્વરા ભાસ્કર ભજવશે 9-9 રોલ!

♦ અગાઉ સંજીવકુમારે 9 પાત્રો ભજવેલા

♦ ‘મિસિસ ફલાની’ ફિલ્મમાં મળી તક

મુંબઈ: બોલીવુડની તેજ-તર્રાર અને બેબાક એકટ્રેસ સ્વરા ભાસ્કરને એક મોટો જેકપોટ લાગ્યો છે. મહિલા પ્રધાન એક ફિલ્મમાં સ્વરા ભાસ્કર જુદા જુદા 9 રોલ ભજવશે! ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષો પહેલા સંજીવકુમાર ‘નયા દિન નઈ રાત’માં જુદા જુદા 9 રોલમાં ચમકયા હતા.

સ્વરાએ ડાયરેકટર મનીષ કિશોર અને મધુકર વર્માની ફિલ્મ ‘મિસીસ ફલાની’ સાઈન કરી છે. આ ફિલ્મમાં મહિલા કેન્દ્રીત કથાઓ છે. ફિલ્મના નિર્દેશક મનીષ કિશોરે જણાવ્યું હતું કે ફિલ્મ ‘મિસીસ ફલાની’ની કથા સાંભળતા જ સ્વરા ભાસ્કરે ફિલ્મમાં કામ કરવા હામી ભરી દીધી હતી. સ્વરાને આ ફિલ્મની વાર્તા પસંદ આવી હતી. ફિલ્મમાં 9 અલગ અલગ કથાઓ છે.

જેમાં સ્વરાના 9 અલગ અલગ રોલ છે. સૌથી ખાસ વાત એ છે કે સ્વરાના દરેક પાત્રો એકબીજાથી એકદમ અલગ છે. મનીષ વધુમાં જણાવે છે- ‘મિસીસ ફલાની’ની દરેક 27 નાના શહેરોની વિવાહીત મહિલાઓની અવ્યક્ત ઈચ્છાઓની વાત કરે છે. ફિલ્મની દરેક કથામાં સ્વરા 35થી45 વર્ષની વચ્ચેની વિવાહીત મહિલાનો રોલ નિભાવશે, અમે ફિલ્મમાં સ્ત્રીઓની અવ્યક્ત ઈચ્છાઓ અને તેના સપનાઓને પુરા કરવાના સંઘર્ષને સુંદરતાથી દેખાડશું.


Related News

Loading...
Advertisement
Advertisement