રાજકોટ ગુરુકુળમાં 60માં બ્રહ્મસત્રનો પ્રારંભ

18 August 2022 03:11 PM
Rajkot
  • રાજકોટ ગુરુકુળમાં 60માં બ્રહ્મસત્રનો પ્રારંભ
  • રાજકોટ ગુરુકુળમાં 60માં બ્રહ્મસત્રનો પ્રારંભ

શાસ્ત્રો પાસે સંત મહિમા અને સંત પાસેથી ઈંદ્રિયો જીતવાની યુકિત શીખવી: મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી

રાજકોટ,તા.18: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન ખાતે બ્રહ્મસત્રના પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બ્રહ્મસત્રનો લાભ લેવા ભગવાનના ખપવાળા યુવાનો તથા વડિલ હરિભક્તો પધાર્યા છે. છેલ્લા 60 વર્ષથી યોજાઈ રહેલ છે.આ બ્રહ્મસત્ર આ વખતે તા. 17થી 22 ઓગસ્ટ સુધી છે. જેનો દરેક ભગવાનના ખપવાળા લાભ લઈ શકે છે. આજે સવારે ઠાકોરજીની પાલખીયાત્રા યોજાઈ હતી. જેમાં સંતો તથા હરિભક્તો જોડાયેલા.

યજમાનોએ ઠાકોરજી તથા પોથીઓનું પૂજન અર્ચન તથા આરતી કરેલ. શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામી,શ્રી નિર્ગુણ સ્વામી, શાસ્ત્રી શ્રી નંદકિશોરદાસજી સ્વામીએ સત્સંગ લાભ આપેલ.સુરતથી પધારેલ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ વચનામૃત વિવેચન કરેલ. મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ દેશ વિદેશમાંથી યુવાનોએ ઓનલાઇન પૂછેલા અધ્યાત્મના તેમજ જીવનલક્ષી પૂછેલા પ્રશ્નોના ઉત્તરો આપેલા.

સ્વામી શ્રી સત્ય સંકલ્પદાસજી સ્વામીએ યજમાન શ્રી વસંત ભાઈ લીંબાસીયા, મોરબીના શ્રી મગનભાઈ ભોરણીયા, ડાયાભાઈ વૈષ્ણવ, હરેશ મહેતા વગેરે પાસે પોથી, વક્તાશ્રી તથા શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતોનું પૂજન કરાવેલ.આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે સાતમને ગુરુવારે રાત્રે 60 વર્ષના બ્રહ્મસત્રનો ઇતિહાસ કહવાશે તથા તે સમયના 60 ભક્તોની વેશભૂષામાં યુવાનો તેઓની ભજન સેવા સમર્પણની યાદો કરાવશે.

જન્માષ્ટમીએ રાત્રે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાશે. ઉપસ્થિત હજારો મહિલા પુરુષ ભક્તો પંચાજીરીનો પ્રસાદ લેશે. આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરૂકુળના મહંત પૂ.શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું કે શાસ્ત્રો પાસેથી સંત મહિમા તથા સંતો પાસેથી ઈદ્વિયો જીતવાની યુકિત શીખવી તેથી જીવન કલ્યાણકારી બને છે.


Related News

Loading...
Advertisement
Advertisement