સોરઠીયા વાડી ચોક ખાતે જન્માષ્ટમી નિમિતે નંદલાલાના વિવિધ ફલોટસનું રાજયના મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ઉદઘાટન

18 August 2022 03:12 PM
Rajkot
  • સોરઠીયા વાડી ચોક ખાતે જન્માષ્ટમી નિમિતે નંદલાલાના વિવિધ ફલોટસનું રાજયના મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે  ઉદઘાટન

સોરઠીયા વાડી યુવક મંડળ દ્વારા પ્રમુખ ભૂપતભાઈ બોદરના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાલીસ વર્ષોથી જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.ત્યારે આ બેનમુન આયોજન અંતર્ગત આજે રાંધણ છઠ્ઠના પાવન પર્વ સોરઠીયા યુવક મંડળ ધ્વારા સોરઠીયા વાડી ચોક ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદઘાટન રાજયના કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ના વરદ હસ્તે કરવામાં આવેલ હતું, આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજયના મંત્રી અરવીંદભાઈ રૈયાણી,ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર ડો.પ્રદિપ ડવ, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, સાધ્વીશ્રી જયશ્રીદાસ માતાજી, સહીતના અગ્રણીઓ ઉપસ્થીત રહયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement