સદર સ્થા.જૈન ઉપાશ્રયમાં પર્યુષણ પર્વ દરમ્યાન રાત્રી વ્યાખ્યાન માળાનું આયોજન

18 August 2022 03:13 PM
Rajkot
  • સદર સ્થા.જૈન ઉપાશ્રયમાં પર્યુષણ પર્વ દરમ્યાન રાત્રી વ્યાખ્યાન માળાનું આયોજન

પૂ.ડો.શ્રી અમિતાબાઈમ.વ્યાખ્યાનમાં રોજબરોજના જીવનમાં ધર્મની ઉપયોગીતા જેવા અલગ અલગ વિષયો પર પ્રકાશ પાડશે

રાજકોટ,તા.18 : સદરસ્થાનકવાસી જૈન સંઘ તથા જૈનમ્ દ્વારા આગામી તા.24 થી 30 ઓગસ્ટ સુધી પર્વાધિરાજ પર્યુષણના પર્વ દરમ્યાન રાત્રી વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવેલ છે. આગામી તા.24મી થી પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આરંભ થઈ રહ્યો છે.સદર સ્થાનક વાસી જૈન સંઘ પંચનામ પગેટ રાજકોટના આંગણે રાજકોટમાં સૌ પ્રથમવાર દરેક શ્રાવક-શ્રાવિકાઓ માટે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવેલ છે. વ્યાખ્યાનનો સમય રાત્રીના 8.30 થી 9.30 નો રહેશે. ગોંડલ સંપ્રદાયના પ્રાણપરિવારના તપસમ્રાટ પૂ.ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ તથા સદાનંદી પૂ.ગુરૂણી મૈયા સુમતિબાઈ મ.ના સુશિષ્યા, પ્રખર વકતા પૂ.શ્રી ડો.અમિતાબાઈ મહાસતીજી વ્યાખ્યાનમાં રોજ બરોજના જીવનમાં ધર્મની ઉપયોગીતા જેવા અલગ અલગ વિષયોપર પ્રકાશ માડશે તેમ સંઘ પ્રમુખ કિશોરભાઈ દોશીએ જણાવેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement