કનૈયા સોશિયલ ગ્રુપ દ્વારા ઇન્દિરા સર્કલે જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી

18 August 2022 03:14 PM
Rajkot
  • કનૈયા સોશિયલ ગ્રુપ દ્વારા ઇન્દિરા સર્કલે જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી

રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ ખાતે કનૈયા સોશિયલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ તા.17/8/2022 બુધવારના સાંજે 7:00 કલાકે જન્માષ્ટમી મહોત્સવ નું ઉદઘાટન કરવામાં આવશે. કનૈયા સોશિયલ ગ્રુપ દ્વારા આ વખતે ખાસ કૃષ્ણ ભગવાનના જીવન ચરિત્ર દર્શાવતા ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે તેમજ અમરનાથજીની ગુફામાં બરફની શિવલિંગના દર્શન પણ બનાવવામાં આવ્યા છે. પવિત્ર શ્રાવણ મહિનામાં અમરનાથજીની ગુફા ના દર્શન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આઠમના દિવસે હિંડોળા દર્શન, ઘોડી - રાસ, રાસ - ગરબા તેમજ રાત્રે 12:00 કલાકે મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement