કેડી હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ફેફસાને લગતા રોગ તેમજ ફેફસા ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિકનો શુભારંભ

18 August 2022 03:15 PM
Rajkot
  • કેડી હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ફેફસાને લગતા રોગ તેમજ ફેફસા ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિકનો શુભારંભ
  • કેડી હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ફેફસાને લગતા રોગ તેમજ ફેફસા ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિકનો શુભારંભ

રાજકોટ:તા 18 : વિશ્વભરમાં શ્વાસના રોગો સામાન્ય છે આ રોગો વારંવાર થાય છે પણ બિન સંક્રમણક્ષમ છે, કમનસીબે આ રોગો પર અન્ય રોગ જેવા કે હૃદય, કેન્સર વગેરેના પ્રમાણમાં ઓછું ધ્યાન અપાય છે. પરંતુ ભારતમાં શ્વાસના રોગોનું પ્રમાણ વધતા હવે મહત્વપૂર્ણ પગલાં લેવા જરૂરી બન્યા છે.કેમ કે પલ્મોનરી મેડીસીનના ક્ષેત્રે ઉત્કૃષ્ટતા કેન્દ્રની તાતી જરૂરિયાત છે અમદાવાદની કુસુમ ધીરજલાલ (કેડી) હોસ્પિટલમાં ફેફસાના અંતિમ તબક્કાના રોગની સારવાર માટે સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ટ્રીટમેન્ટ પ્રોગ્રામ શરુ કરવાની છે. બુધવાર 17 ઓગસ્ટ, 2022ના રોજ આના ઉદ્દઘાટન પ્રસંગે પ્રખ્યાત હૃદય અને ફેફસાના રોગોના નિષ્ણાતો હાજર રહ્યા હતા. કેડી હોસ્પિટલના વરિષ્ટ ક્ધસલ્ટન્ટ ઇન્ટરવેનશનલ પલ્મોનોલોજીસ્ટ તથા ફેફસા ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત ડો. મુકેશ પટેલ કહે છે " અંતિમ તબક્કામાં ફેફસાના રોગો માટે ફેફસા ટ્રાન્સપ્લાન્ટ એક ચોક્કસ સારવાર વિકલ્પ છે. દર્દીઓને લાબું અને સ્વસ્થ જીવન જીવવા માટે આધુનિક ટ્રાન્સપ્લાન્ટ કેન્દ્ર સ્થાપિત કરવાનું મહત્વપૂર્ણ છે. કેડી હોસ્પિટલના મેનેજીંગ ડાયરેક્ટર ડો. અદિત દેસાઈના જણાવ્યા મુજબ "કેડી હોસ્પિટલ માં અંતિમ તબક્કાના ફેફસાના રોગના ક્લિનિકમાં લાંબા સમયથી ફેફસાના રોગથી પીડાતા દર્દીઓને સૌથી અદ્યતન, વ્યાપક સારવાર અને આવા રોગો માટે પોસાય તેવા ભાવે નિષ્ણાતો દ્વારા સારવાર આપીશું. 3ડી હોસ્પિટલ અને ક હોસ્પિટલ, હૈદરાબાદ ગુજરાતનું સૌથી આધુનિક ફેફસા ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ સ્થાપિત કરવા સાથે જોડાણ કર્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement