ગીત - સંગીત અને નૃત્યનાં સાંસ્કૃતિક અને મટકી ફોડ કરીને બાલભવનમાં જન્માષ્ટમીની ઉમંગભેર ઉજવણી

18 August 2022 03:15 PM
Rajkot
  • ગીત - સંગીત અને નૃત્યનાં સાંસ્કૃતિક અને મટકી ફોડ કરીને બાલભવનમાં જન્માષ્ટમીની ઉમંગભેર ઉજવણી

બાલભવન રાજકોટ દ્વારા જન્માષ્ટમી નિમીતે બાલસભ્યો દ્વારા કથક, ફોક - વેસ્ટર્ન ડાન્સ અને નાટય વિભાગનાં બાળકોએ સંગીત સભર નૃત્યનો કાર્યક્રમ રજૂ કરી અને બાળ ક્ધહયા હસ્તે મટકી ફોડ કરીને નંદલાલાનાં જન્મોત્સવ એવા જન્માષ્ટમીનાં તહેવારને ઉલ્હાસ પૂર્વક વધાવ્યો હતો.સમગ્ર કાર્યક્રમમાં 110 જેટલાં બાળકોએ માલાબેન, શૈલીબેન તથા હેતલબેનનાં નૃત્ય નિર્દેશન હેઠળ તેમજ નિર્લોકભાઇ પરમાર દ્વારા તૈયા2 ક2વામાં આવેલ મોનોએક્ટ અને મીનાબેન રમણભાઇનાં સંગીતબદ્ધ ગીતો ને ઝાકિરભાઇ કુરેશીનાં તબલાની થાપ સાથે પોતાની કૃતિઓ દ્વારા ઉપસ્થિત મહેમાનો તેમજ વાલી -દર્શકોને બાળ ક્ધહેયાઓએ પોતાની કૃતિઓ સાથે ડોલાવ્યા હતા અને જન્માષ્ટમીનાં આગમનને બાળ ક્ધહેયા દ્વારા મટકી ફોડી માખણચોરનાં તહેવારને મનાવ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement