રજવાડી ફેમિલી ક્લબ દ્વારા વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં રોયલ રજવાડી જન્માષ્ટમી મેલા 2022 નું ધમાકેદાર આયોજન

18 August 2022 03:17 PM
Rajkot
  • રજવાડી ફેમિલી ક્લબ દ્વારા વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં રોયલ રજવાડી જન્માષ્ટમી મેલા 2022 નું ધમાકેદાર આયોજન

મેળાના ઉત્સાહને બમણો કરવા અનેક અવનવી ઇવેન્ટ યોજાશે

રાજકોટ :તા.18
રજવાડી ફેમિલી ક્લબના પ્રેસિડન્ટ મનીષભાઈ પ્રજાપતિ દ્વારા આ વર્ષે વિરાણી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મનોરંજન માટે અનેક નાની-મોટી રાઈટ્સ મૂકવામાં આવેલી છે અને ખરીદી માટેના અનેક સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે.સૌરાષ્ટ્રના લોકોના જન્માષ્ટમી મેળાના ઉત્સાહને બમણું કરવા માટે, રજવાડી ફેમિલી ક્લબ અનેક અવનવી ઇવેન્ટ નું આયોજન કરતાં હોય છે.

જેમાં વેકેશન મેળો, નવરાત્રી દાંડિયા, ન્યુ યર પાર્ટી, મ્યુઝિકલ નાઇટ્સ જેવી ઇવેન્ટસ નો સમાવેશ થાય છે. તદુપરાંત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન જેવા સેવાકીય કાર્યક્રમો પણ રજવાડી ફેમિલી ક્લબના નેજા હેઠળ થતા હોય છે.રાજકોટમાં અવનવી કોન્સેપ્ટ વાળી ઇવેન્ટ કરવા માટે જાણીતા મનીષભાઈ પ્રજાપતિએ અગાઉ પણ વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં જન્માષ્ટમી મેળાનું આયોજન કરીને

રાજકોટના લોકોને "ટાઇટેનિક" ની સફર કરાવી હતી. તે વખતે "ટાઇટેનિક જહાજ" ની થીમ ઉપર આખા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના લોકો ને મોજ કરાવવા માટે ફરી એકવાર રજવાડી ફેમિલી ક્લબ દ્વારા જન્માષ્ટમી મેળાનું ધમાકેદાર આયોજન વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે 13 ઓગસ્ટ થી 4 સપ્ટેમ્બર સુધી કરવામાં આવેલું છે. જેમાં મીડિયા પાર્ટનર તરીકે ક્રિએટ ઇન્ડિયા એડ. નાં પ્રશાંત જોશી અને મૌલિક જોશી તેમજ સમગ્ર ટીમે આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement