રામવનના રસ્તે ગારા-કીચડનું સામ્રાજય : મહેમાનો પણ ‘પાણી’માં બેઠા!

18 August 2022 03:20 PM
Rajkot
  • રામવનના રસ્તે ગારા-કીચડનું સામ્રાજય : મહેમાનો પણ ‘પાણી’માં બેઠા!
  • રામવનના રસ્તે ગારા-કીચડનું સામ્રાજય : મહેમાનો પણ ‘પાણી’માં બેઠા!
  • રામવનના રસ્તે ગારા-કીચડનું સામ્રાજય : મહેમાનો પણ ‘પાણી’માં બેઠા!

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગઇકાલે આજી ડેમ બાજુમાં ભવ્ય રામવન ખુલ્લુ મુકવામાં આવ્યું છે. પ્રાકૃતિક માહોલમાં રામાયણના પ્રસંગોનો અનુભવ લોકો કરી રહ્યા છે. પરંતુ રામવન તરફના રસ્તે ગઇકાલે જે રીતે ગારા-કીચડ હતા તે જોતા લોકોને વનમાંથી પ્રવેશ પૂર્વે ગામડા જેવી સ્થિતિનો અનુભવ પણ થયો હતો.

આગોતરા આયોજન છતાં ઉદઘાટન પ્રસંગમાં ગયેલા લોકોને આ રીતે કીચડમાંથી પસાર થવું પડયું હતું. ડોમ બહાર અને અંદર પણ ગારા સાથે પાણી ભરાયેલા હતા. જેમાં પણ ઘણા મહેમાનો આ રીતે બેઠા હતા. રામવન પહોંચવામાં લોકોને ‘મહેનત’ કરવી પડી હતી. રામવન પહોંચતા રસ્તા ઠીકઠાક કરવા અને લેવલીંગ સહિતની કામગીરી કરવાની જરૂર હોવાનું લોકોએ કહ્યું હતું.
(તસ્વીર : પંકજ શીશાંગીયા)


Related News

Loading...
Advertisement
Advertisement