શેરબજારમાં ઉછાળે વેચવાલી: સેન્સેકસ 150 પોઈન્ટ ડાઉન: રૂપિયો 23 પૈસા તૂટયો

18 August 2022 03:22 PM
Business India
  • શેરબજારમાં ઉછાળે વેચવાલી: સેન્સેકસ 150 પોઈન્ટ ડાઉન: રૂપિયો 23 પૈસા તૂટયો

ઝોમેટો-અદાણી પાવર- ભારતી જેવા શેરોમાં કરંટ

રાજકોટ તા.18
મુંબઈ શેરબજારમાં એકાદ સપ્તાહની સળંગ તેજીને આજે બ્રેક લાગી હોય તેમ ઉછાળે વેચવાલીનું દબાણ આવતા સેન્સેકસમાં 150 પોઈન્ટનું ગાબડુ હતું. શેરબજારમાં આજે માનસ સાવચેતીનુ હતું. વૈશ્ર્વિક મંદીના ફરી ભણકારા વાગતા તથા ડોલર સામે રૂપિયો ગગડતા ઉંચા મથાળે લેવાલીને બ્રેક લાગી હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે સળંગ સાત દિ’ની તેજી થઈ હતી એટલે નફારૂપી વેચવાલીનું માનસ હતું.

શેરબજારમાં આજે કોટક બેંક, ભારતી એરટેલ, ઝોમેટો, અદાણી પાવર, લાર્સન, સ્ટેટ બેંક, અલ્ટ્રાટેક સીમેન્ટ વગેરે ઉંચકાયા હતા. ઓએનજીસી, ડો. રેડ્ડી, ભારત પેટ્રો, ઈન્ફોસીસ, આઈસીઆઈસીઆઈ બેંક, મારૂતી, નેસલે, રીલાયન્સ, ટીસીએસ, ટાઈટન જેવા શેરોમાં પીછેહઠ હતી.

મુંબઈ શેરબજારનો સેન્સેકસ 138 પોઈન્ટના ગાબડાથી 60121 સાંપડયો હતો. તે ઉંચામાં 60287 તથા નીચામાં 59946 હતો. નિફટી 37 પોઈન્ટ ઘટીને 17906 હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો 23 પૈસાના ઘટાડાથી 79.68 હતો.


Related News

Loading...
Advertisement
Advertisement