ગોંડલ રોડ પર બેકાબુ બનેલી સીટી બસે ત્રણ વાહનોને હડફેટે લીધા : ચારને ઇજા

18 August 2022 03:23 PM
Rajkot
  • ગોંડલ રોડ પર બેકાબુ બનેલી સીટી બસે ત્રણ વાહનોને હડફેટે લીધા : ચારને ઇજા

બે્રક ફેલ થવાથી સીટી બસ બેકાબુ બની હોવાનો ડ્રાઇવરનો લુલો બચાવ : લાયસન્સ વગર બસ ચલાવતા ગંભીર બેદરકારી સામે આવી

રાજકોટ, તા. 18
શહેરમાં સીટી બસ સેવામાં ખખડધજ થયેલ બસને કારણે ઘણા અકસ્માત થાય છે અને લોકોને હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે. ગત રોજ એક મહિલા સહિત ત્રણને ઠોકરે લઇ વાહનો સાથે ભટકાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર ગોંડલ રોડ ઓવરબ્રીજ પરથી મકકમ ચોક પાસે સાંજે 6 વાગ્યાની આસપાસ બેકાબુ બનેલી સીટી બસની હડફેટે કાર ચડી હતી અને મહિલા ચાલક સહિત 3 લોકોને ઠોકરે લીધા બાદમાં એક વૃક્ષને ધરાશાયી કરીને ચોકમાં પાર્ક કરેલા બાઇક પર બસ ચડી ગઇ હતી. ઘટનાને કારણે લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. બસને અટકાવીને ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો અને પોતાનું નામ મહિપતસિંહ ઝાલા જણાવ્યું હતું અને બ્રેક ફેલ થવાથી ઘટના ઘટી હોવાનો એકરાર કર્યો હતો. તેમજ ડ્રાઇવર પાસે લાયસન્સ સહિતના દસ્તાવેજ પણ ન હોવાથી ગંભીર બેદરકારી સામે આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગત રોજ રામવનના લોકાર્પણની સાથે જ મુખ્યમંત્રીએ રાજકોટમાં ર3 નવી ઇલેકટ્રીક બસ અને ચાર્જીંગ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું અને છેલ્લા 7 દિવસથી ઇલેકટ્રીક બસ પણ રાજકોટમાં આવી ગઇ હોવા છતાં સીટી બસ બદલાઇ ન હતી અને ખખડધજ બસ રોડ પર દોડતી રહેતા અકસ્માત બન્યા કરે છે.


Related News

Loading...
Advertisement
Advertisement