મુંબઈ નજીકના દરિયા કિનારે ફરી મોતનો સામાન ઉતર્યો: એકે-47 સહિતના હથિયારો મળ્યા

18 August 2022 03:25 PM
India
  • મુંબઈ નજીકના દરિયા કિનારે ફરી મોતનો સામાન ઉતર્યો: એકે-47 સહિતના હથિયારો મળ્યા

રાયગઢના કિનારે બે શંકાસ્પદ રેઢી બોટમાંથી હથિયારો મળ્યા: સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર

મુંબઈ તા.18
મહારાષ્ટ્રમાં મુંબઈ નજીકના રાયગઢના દરિયાકિનારે મોતનો સામાન ઉતારવામાં આવ્યો હોય તેમ બે રહસ્યમય બોટમાંથી એકે 47 સહિતના હથિયારો મળી આવતા ખળભળાટ સર્જાયો છે અને સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સનસનીખેજ ઘટનાક્રમની પ્રાથમીક માહિતી પ્રમાણે મુંબઈ પાસે રાયગઢના દરિયાકિનારે બે શંકાસ્પદ બોટ રેઢી હોવાની બાતમીના આધારે પોલીસ કાફલો ધસી ગયો હતો અને તપાસ કરવામાં આવતા તેમાંથી હથિયારો મળી આવ્યા હતા. કેટલીક એકે 47 રાયફલ સહિતના હથિયારો મળતા સુરક્ષાતંત્ર પણ સ્તબ્ધ બની ગયું હતું. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

બોટ કયાંથી અને કેવી રીતે આવી સહિતના મુદાઓ પર ઝીણવટભરી તપાસ શરુ કરવામાં આવી છે. 2008ના મુંબઈ બોમ્બ ધડાકા વખતે પણ હથિયારો, વિસ્ફોટકો રાયગઢના દરિયાકિનારેથી જ ઘુસાડવામાં આવ્યા હોવાનું જાહેર થયું હતું. ફરી વખત રાયગઢના કિનારેથી હથિયારો મળી આવતા ખળભળાટ સર્જાયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement