ફીકસ પગારના કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ આપો

18 August 2022 03:26 PM
Rajkot
  • ફીકસ પગારના કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ આપો

પ્રોફેશનલ્સ કોંગ્રેસના પ્રમુખ ડો.બારોટ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

રાજકોટ,તા.18
ફિકસ પગારમાં ફરજ બજાવતા કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ આપવાની માંગ ઉઠાવી ગુજરાત પ્રદેશ પ્રોફેશનલ્સ કોંગ્રેસના પ્રમુખ ડો.નિદત બારોટએ રાજયના મુખ્ય મંત્રી ભુપેન્દ્રપટેલને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે. આ સંદર્ભે ડો.નિદત બારોટએ જણાવેલ છે કે સ્વતંત્રતા દિનની સંધ્યાએ ગુજરાતના 2006 પહેલા ફિકસ પગારમાં જોડાયેલા કર્મચારીઓને સળંગ નોકરી ગણીને લાભ આપવાનો નિર્ણય સરકારે કર્યો છે તે આવકાર દાયક છે.

ફિકસ પગારમાં રહેલા કર્મચારીઓ છેલ્લા અનેક વર્ષોથી કાયદાકીય લડત લડી રહ્યા છે. હાઈકોર્ટે ફિકસ પગારના કર્મચારીઓને પુરો પગાર આપવો અને પૂર્ણ સમયના કર્મચારી હોય તે તમામ લાભ આપવા તદુપરાંત તેમને અગાઉની નોકરીનો પગાર પણ આપવો જોઈએ તવો ચુકાદો આપ્યો હતો. ગુજરાત સરકાર સુપ્રિમ કોર્ટમાં આ બાબતને પડકારીને લાખો કર્મચારીઓને નુકશાન પહોંચાડી રહી છે. એ વાત આપણે જાણીએ છીએ.કેબિનેટમાં થયેલો નિર્ણય ફરી વખત હાઈકોર્ટે આપેલા ચુકાદાતી વિપરીત થયો છે.

માત્ર 2006 પહેલા જ નહી પરંતુ અત્યાર સુધીમાં જેટલા કર્મચારીઓ ગુજરાત સરકારના સીધા હોય અથવા જુદા-જુદા નિગમોના હોય અથવા જુદા-જુદા પ્રકારના વહીવટ કરતી શાળાઓના સંચાલકો સાથે જોડાયેલા હોય આ તમામને એક સરખા ગણીને ફિકસ પગારના તમામ કર્મચારીઓને હર હંમેશ તેઓના પાંચ વર્ષ પુરા થયા બાદ તમામ જગ્યાએ સળંગ નોકરીના લાભ આપો આપ મળે તે પ્રકારનો કાયદો સુધારવાની જરૂરિયાત છે આપે 2006 પહેલાના 40,000 કર્મચારીઓ માટે જે નિર્ણય કર્યો ત્યારબાદ 2006 થી અત્યાર સુધી નિમાયેલા લાખો કર્મચારીઓની આશા ઉપર પાણી ફરી વળ્યું છે.

સ્વતંત્રતા દિનની ઉજવણી અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં આ કર્મચારીઓ પણ હોશે હોશે જોડાયેલા હતા તેઓના ઘર ઉપર પણ તિરંગો લહેરાતો હતો પરંતુ સરકારમાં થયેલા અધકચરા નિર્ણયને કારણે આ ઉત્સવ લાખો કર્મચારીઓ માટે ફીકો પડી ગયો છે. લાખો પરિવારના ઘરમાં સળંગ નોકરીને કારણે આવનારા દિવસો સારા હશે તે આશા ઠગારી નીવડી છે.


Related News

Loading...
Advertisement
Advertisement