આકરાં તાપ વચ્ચે બીચ પર સૂઈ ગઈ મહિલા: જાગીને જોયું તો માથાની ચામડી પ્લાસ્ટિકની જેમ સંકોચાઈ ગઈ !

23 August 2022 11:34 AM
India Woman World
  • આકરાં તાપ વચ્ચે બીચ પર સૂઈ ગઈ મહિલા: જાગીને જોયું તો માથાની ચામડી પ્લાસ્ટિકની જેમ સંકોચાઈ ગઈ !

નવીદિલ્હી, તા.23
બ્રિટનમાં રહેતી એક મહિલાને આકરાં તાપ વચ્ચે સૂઈ જવાનું ‘ડહાપણ’ મોંઘું પડી ગયું છે. આમ કરવાથી અચાનક તેના ચહેરાની ચામડી પ્લાસ્ટિકની જેમ સંકોચાઈ ગઈ હતી. તેના ચહેરાનો રંગ સફેદમાંથી લાલ થઈ ગયો હતો અને એકદમ બળતરા થવા લાગી હતી. 25 વર્ષીય સિરિન મુરાદ રજા માણવા માટે બુલ્ગારિયા ગઈ હતી. આ દરમિયાન ત્યાંના એક સની બીચ પર તે પરિવાર સાથે પહોંચી હતી.

એ સમયે ત્યાંનું તાપમાન 21 ડિગ્રી હતી. બ્યુટીશિયન સીરિન સનસ્ક્રીન લગાવ્યા વગર જ ધૂપમાં સૂઈ ગઈ હતી. સૂતા બાદ સિરિનને લાગ્યું હતું કે પાંચ મિનિટ બાદ તે ઉઠીને ચાલી જશે જેથી તેના ચહેરાને સારો તડકો મળી જશે પરંતુ તેને ગાઢ નિંદર આવી ગઈ હતી અને આ ઉંઘ અડધો કલાક સુધી રહી હતી. જ્યારે તે જાગી ત્યારે ચહેરો અત્યંત તપી ગયો હતો અને ત્યાં સુધીમાં તો તેની હાલત બગડી ગઈ હતી.

જ્યારે આગલા દિવસે સિરિને જોયું કે તેના માથામાંથી પ્લાસ્ટિક જેવું કશું નીકળી રહ્યું હતું ત્યારે તે ગભરાઈ ગઈ હતી. પાપડીની જેમ સ્કિન નીકળવા લાગતાં શું કરવું તેની સમજ પડી રહી નહોતી. આ પછી તેણે સ્કિન સ્પેશ્યાલિસ્ટની મદદ લીધી હતી.

સિરિને કહ્યું કે ઠીક થયા બાદ મને એવું લાગ્યું કે મારો નવો જન્મ થયો છે. અત્યારે મારો ચહેરો એકદમ ઠીક છે. યૂરોપ અને અન્ય પશ્ચિમી દેશોમાં લોકો પૈસા ખર્ચ કરીને આર્ટિફિશિયર ટૈનિંગ કરાવે છે. અનેક લોકો દરિયાકિનારે સૂઈને ટેનિંગનો આનંદ માણે છે ત્યારે આવું જ કંઈક સિરિને પણ કર્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement