તંદુરસ્ત લોકોના હૃદયના ધબકારામાં પણ મોટી ગરબડ: ચોંકાવનારો ખુલાસો

31 August 2022 11:43 AM
Health India
  • તંદુરસ્ત લોકોના હૃદયના ધબકારામાં પણ મોટી ગરબડ: ચોંકાવનારો ખુલાસો

1029 લોકોના જીનોમ સિકવન્સીંગમાં તારણ: એક ટકા સ્વસ્થ લોકો પર જોખમ હોવાનો દાવો

નવી દિલ્હી તા.31
કોરોનાકાળ બાદ લોંગ કોવિડ તથા અન્ય બિમારીઓ વિશે લોકોમાં જાગૃતિ વધી હોવાની છાપ વચ્ચે હવે એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે તંદુરસ્ત-સ્વસ્થ લોકોના હૃદયના ધબકારામા પણ ગરબડ છે. દેશના 1029 લોકોના સેમ્પલોનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવ્યુ હતું તેમાં આ તારણ નીકળ્યું છે. 1029માંથી એક ટકા લોકોમાં ‘કાર્ડિયાક ચૈનલોપૈથી’ના જુદા જુદા વેરીએન્ટ મૌજૂદ હોવાનું માલુમ પડયુ હતું જે સ્વસ્થ લોકોના હૃદયના ધબકારાને અસર કરી શકે છે.

અભ્યાસ હાથ ધરનારા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે હૃદય સેલ્સ પ્રોટીનમાં આનુવાંશિક અસમાનતાઓ કાર્ડીયાક મૈનલોપૈથી હોય છે જે હૃદયની ઈલેકટ્રીકલ ગતિવિધિઓને નિયંત્રીત કરે છે અને એટલે આ સ્થિતિ હૃદયના ધબકારામાં ગરબડ સર્જે છે. મેડીકલ જર્નલ સુમન જીનોમીકસમાં પ્રકાશિત આ અભ્યાસ રીપોર્ટમાં એવી આશંકા દર્શાવવામાં આવી છે કે ભારતના એક ટકા સ્વસ્થ લોકોમાં કાર્ડિયાક ચૈનલોપૈથીનું જોખમ છે.

તબીબોના કહેવા પ્રમાણે બદલાયેલી જીવનશૈલી, વ્યસન તથા શારીરિક કસરતનો અભાવ જેવા કારણોથી આ સ્થિતિ છે અને તેમાં સ્વસ્થ લોકોને પણ હૃદયના ધબકારાની ગરબડ વિશે ખબર પડી શકતી નથી. સંશોધકોએ કાર્ડીયાક એરેસ્ટના કારણરૂપ 470 પ્રકારના વેરીએન્ટ અલગ તારવ્યા હતા.

દિલ્હી સ્થિત સીએસઆઈઆરના સંશોધકોએ 1029 લોકોના જીનોમ સિકવન્સીમાં 36 જીન્સના આધારે હૃદયરોગના હુમલા માટે જવાબદાર વેરીએન્ટની તપાસ કરી હતી. 186782 વેરીએન્ટ માલુમ પડયા હતા તેમાંથી 470ને અલગ તારવ્યા હતા અને તેમાંથી 124 નવા પ્રકારના માલુમ પડયા હતા.

ભારતમાં દર વર્ષે હજારો લોકો હૃદયને લગતી બિમારીઓનો શિકાર બને છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના રીપોર્ટ મુજબ દેશમાં છેલ્લા 10 વર્ષમાં 2.50 લાખ લોકોના હાર્ટએટેકથી મોત થયા હતા તેમાં 30થી40 વર્ષના યુવાવર્ગની પણ મોટી સંખ્યા હતી.


Related News

Loading...
Advertisement
Advertisement